________________
આ ભાવનાઓ પૈકી કોઈ પણ એક ભાવના અન્ય ભાવનાઓના સહયોગથી પૂર્ણ બને છે. આ ભાવનાઓ વિશ્વવ્યાપી બને તો સુખમય વાતાવરણ વર્ણનાતીત બને. માનવજગત તો સુખી થાય પરંતુ પ્રાણીજગત પણ સુખી થાય. માટે સજ્જન માનવોએ, સાધુ-સંતોએ, સંન્યાસીજનોએ પ્રથમ આ ભાવનાને સાકાર કરી પછી વ્યવહારમાં આકાર આપી દે તો ભાવનાઓનો વ્યાપ વિસ્તાર પામે. સર્વત્ર સુખ અને શાંતિ પ્રસાર પામે. તો હવે આપણે પ્રથમ મૈત્રીભાવનામાં મંગળ પ્રવેશ કરીએ.
મનુષ્ય એ સત્તાથી ઈશ્વર છે. દિવ્યતાની બધી વિભૂતિઓ તેનામાં સુતી પડી છે. એવો કોઈ ગુણ નથી કે જે મનુષ્યમાં વિકસી ન શકે એવું કોઈ પતન નથી કે જેમાંથી મનુષ્ય ઊંચે ન આવી શકે એવું કોઈ બંધન નથી કે જે મનુષ્ય ન તોડી શકે.
સ્વભાવ એટલે આત્મભાવ. આત્મભાવ જાગે એટલે પરભાવ વિદાય થાય. પરભાવને ઝીલવો એટલે ધગધગતા લાલચોળ અંગારાને હથેલીમાં ઝીલવા કરતાં પણ વધુ અનર્થકારક છે. આત્માને ભાવ આપવાથી ભાવ પ્રગટે છે. આત્માને ભાવ અપાય એટલે સંસારના કોઈ પણ જીવને અસુવિધા ન પહોચે.
પૂ. પંન્યાસજી
સર્વેષ મૈત્રી - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org