________________
ક્લેશ-ઉપક્લેશ જ જીવમાં સ્થાન લે તો માનવજીવનની ભયંકર વ્યર્થતા સર્જાય. માટે તેનું નિવારણ થવું જોઈએ.
જ્ઞાનીજનોએ જીવોની આ દશા લક્ષમાં લઈ સુંદર ઉપાય બતાવ્યો છે. તારું સુખ સચવાય અને દુઃખ ટળે તેવો એ ઉપાય
“મારું દુઃખ ટળો તેમ સર્વનું પણ ટળો,
મને સુખ મળો એમ સર્વને સુખ મળો.” આવી ભાવનાથી ક્લેશની મંદતા થાય છે. વળી એ મંદ ક્લેશને પણ નિવારવા, દુઃખના દ્વેષને દૂર કરવા પાપઢેષ તરફ વળાંક લેવો અને સુખરાગને ધર્મના રાગ પ્રત્યે વળાંક આપવો. ધર્મનો રાગ ગુણવાન પ્રત્યેની અસૂયાને દૂર કરી મૈત્રી પેદા કરે છે. પાપનો દ્વેષ પાપીના તિરસ્કારને બદલે કરુણા પેદા કરે છે.
ભૌતિક સુખ-દુઃખ સાથે હોય છે, તેવા સુખ-દુઃખ પ્રત્યે માધ્યચ્ય રહેવું તે વૈરાગ્ય છે. વિશ્વની વૈચિત્ર્યભરેલી પરિસ્થિતિ પ્રત્યેનું માધ્યથ્ય વિવેક કહેવાય છે. સામાયિક આદિ સર્વ અનુષ્ઠાનો માધ્યથ્યવૃત્તિવાળા મહાપુરુષોના હૃદયમાંથી બોધરૂપે પ્રગટ થયા દો.
આપણું હૃદય ભાવનાઓથી ભૂષિત થયેલું હશે તો આત્મ પરમાત્માનું અંતર ઘટતું જશે. ભાવના ચિત્તશુદ્ધિનું કાર્ય છે. જે શુદ્ધિ સમત્વને પ્રાપ્ત કરે છે. અંતે જીવ શિવસ્વરૂપે પ્રગટે છે. આ ચાર ભાવના ભવનાશિની કે પાપનાશિની છે. માટે પોતાના જીવનરથને આ જ ધોરીમાર્ગ પર ચલાવનારા પુણ્યાત્મા છાંયે છાંયે મોક્ષનગરમાં પહોંચે છે, પહોંચ્યા છે. અને પહોંચશે. જો આ ધોરીમાર્ગેથી રથ ઊતરી ગયો તો ભવભ્રમણના લેખ લખાશે. માટે આ ચાર ભાવનાને ચિત્તમાં ધારણ કરવી સૌને માટે શ્રેયસ્કર છે.
સાંસારિક પ્રવૃત્તિઓમાં રહેવું, વૃત્તિઓનું રાગાદિમાં રોકાવું, કર્મજન્ય પ્રકૃતિના અવિરત પ્રવાહનું વહેવું, ત્યાં શુભ ભાવ ટકાવવો
સત્વેષ મૈત્રી - ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org