Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 68
________________ માનો કે અશુભનાં ચોઘડિયાં સમાપ્ત થયાં હતાં. અને શુભનાં ચોઘડિયાં શરૂ થયાં હતાં. સુમનલાલ પોતે પણ નીતિમાન હતા. ધર્મની શ્રદ્ધાવાળા હતા. પોતાની અવદશાનું તેમને ભાન હતું, તેથી પરોપકારવૃત્તિ સહેજે તેમને વરી હતી. વ્યાપાર ખૂબ વિકસ્યો. આથી થોડા સમયમાં ઘણી કીર્તિ મેળવી. હવે સુમનલાલજી શેઠ કહેવાતા હતા. જાકારો આપનારા પણ તેમની સાથે વ્યાપાર કરવા ઈચ્છતા. સુમનલાલજીનું ભાગ્ય ચારે બાજુથી ખીલ્યું હતું. મોટા અદ્યતન ફલેટમાં સપરિવાર સુખપૂર્વક રહેતા હતા. ઓફિસ પણ ઘણી વિશાળ હતી. દેશવિદેશના વ્યાપારમાં સફળતા મળતી હતી. | દિવાળીના દિવસો આવ્યા. સૌ વ્યાપારી મિત્રો વગેરે સુમનલાલજીને ભેટ વસ્તુઓ લઈને અભિનંદન આપવા, શુભેચ્છા પાઠવવા આવતા હતા. દિવાળીના પૂજનને દિવસે તો સુમનલાલજી સાથે હાથ મિલાવવાની પડાપડી હતી. સૌ ભેટ મૂકતા. સુમનલાલજી પ્રેમથી ભેટ સ્વીકારતા અને બાજુમાં મોટી તિજોરી હતી તેને ભળાવતા. સૌ સાંભળે તેમ બોલતા. “ભળાવું છું' એક સજાગ વ્યાપારીને આનો ખ્યાલ આવ્યો. જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે તે શેઠ પાસે આવ્યા. અને બે હાથ જોડી વિનયપૂર્વક બેઠા, પછી પૂછ્યું, “શેઠજી માફ કરજો પણ એક વાત પૂછવી છે. તમે બધી ભેટ લેતા અને બોલતા હતા કે “ભળાવું છું.” તેનો ભેદ શો છે ?” સુમનલાલજી માર્મિક રીતે હસ્યા, પછી જવાબ આપ્યો કે, ભાઈ, આ નગરીના ફૂટપાથ પર ફરતો, કેટલાય વ્યાપારીની દુકાનનાં પગથિયાં ઘસતો, સાંજ પડે નિરાશાથી કોઈ ખોલીમાં પહોંચતો, રાત્રે ભૂખ્યો સૂઈ જતો, સવારે આશામાં ઊઠતો, સાંજ પડે એ નિરાશાને પામતો. કોઈ સુભગ પળે એક મિત્રની સંભાવનાથી વ્યાપારમાં સફળતા મળી.” આજે એ જ સૌ ભેટ લઈને આવે છે કે જ્યાંથી મને જાકારો મળતો હતો. આ સર્વ પ્રતાપ આ તિજોરીમાં રહેલાં લક્ષ્મીદેવીનો સત્વેષ મૈત્રી કે ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74