Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 66
________________ રહેવું તે ઉદાસીનતાની દૃઢતા છે. ઉદાસીનતા આત્માને વિકટ પરિસ્થિતિ કે વિરોધીઓ – અવિનીતો સામે અધ્યાત્મયોગથી મૂત થવા દેતી નથી. અધ્યાત્મયોગની તે જનની છે. તેથી તે સંસારભાવથી કે રાગાદિ કંઠથી છૂટવાનું અમોઘ સાધન છે. જગતમાં કર્માધીન અનેક પ્રકારની વિચિત્રતા ચાલે છે. તેને આધીન સી જીવે છે. તેમાં કોના પર રાજી થવું કે રીસ કરવી ? રાગ અને રીસ બંને દોષ છે. કોઈને આવકારવા જેવો નથી, માટે ઉદાસીન રહેવું તે લાભકારી છે. હું જીવોને ધર્મ પમાડી દઉં તેવો અહં શા માટે ? તીર્થકર કોઈને બળજબરીથી ઉપદેશ આપતા ન હતા. કોઈને દીક્ષા પણ બળજબરીથી આપતા ન હતા. તેઓ ઉપદેશ માટે બાહ્યાડંબરને સ્થાન આપતા ન હતા. તેઓ શુદ્ધ ધર્મના સ્વરૂપને વિવિધ પ્રકારે ઉપદેશતા હતા. પાત્ર જીવો તેને ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધી લેતા હતા. ઉપેક્ષા : મધ્યસ્થનો એક ભેદ ઉપેક્ષા છે, સામાન્ય ઉપેક્ષા એટલે નિષ્કાળજી કે તિરસ્કાર થાય. દુરાચારી કે પાપી પ્રત્યે મધ્યસ્થ કે ઉદાસીનતા હોય છે. પરંતુ તેવાં કાર્યો પ્રત્યે ઉપેક્ષા હોય છે. પાપ કરનાર પ્રત્યે ઉપેક્ષા એ રીતે રહે છે કે જવા દો એના કર્મનું ફળ એ ભોગવશે. પુણ્યકાર્યમાં જેમ પ્રશંસા છે તેમ પાપકાર્ય પ્રત્યે ઉપેક્ષા છે. મધ્યસ્થ પ્રકારની ઉપેક્ષામાં તિરસ્કારની મુખ્યતા નથી પરંતુ તે માટે વિકલ્પ ન કરતાં તે તરફથી આપણું ચિત્ત હટાવી લેવું, તે ઉપેક્ષા છે. જેમ કહીએ છીએ કે જે ગામ જવું નહિ તેનું નામ ન લેવું. તે ઉપેક્ષા છે. ઉપેક્ષા મધ્યસ્થભાવ પોષક છે. તેથી દુઃખીઓની ઉપેક્ષા કે તિરસ્કાર નથી. તેવી ઉપેક્ષાવૃત્તિ તે જિનાજ્ઞા વિરુદ્ધ છે. અંતર-બાહ્ય કોઈ પ્રકારે રોગાદિથી ઘેરાયેલા જીવોનાં દુઃખો જોઈ તેમની વ્યથાને જાણીને સહાનુભૂતિ થવી જોઈએ. પરંતુ તેઓ તેમનાં કર્મ ભોગવે સત્વેષુ મૈત્રી કે ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74