Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 64
________________ જ્ઞાન સૂક્ષ્મ તેટલું શુદ્ધ હોવાથી, તેમાં સર્વોત્કૃષ્ટ માધ્યસ્થ હોય છે. સર્વોત્કૃષ્ટ માધ્યય્ય જિનદર્શન માધ્યથ્યના ભાવથી ભરપૂર છે. કારણ કે તેના પ્રણેતા સર્વજ્ઞ જિનેશ્વરદેવ છે. તેમણે પ્રરૂપેલા તત્ત્વ વિષયક સિદ્ધાંતો માધ્યથ્ય લાવે છે, કર્મના વિપાકનું ચિંતન પણ માધ્યશ્ય લાવે છે. અહિંસાનો આચાર કે ચિંતન માધ્યચ્ય ભાવ લાવે છે. સત્ય પણ માધ્યથ્ય લાવે છે. કારણ કે તેમાં રાગાદિ ભાવ થતા નથી. રાગાદિભાવથી હિંસા કે અસત્ય થવાની સંભાવના છે. અન્યનું દુઃખ પોતાના દુઃખ જેવું લાગે છે ત્યારે ભાવઅહિંસા હોય છે. સંસાર જીવો અને જીવાણુઓથી ખીચોખચ ભરેલો છે તો પછી હિંસાથી કેમ બચવું ? તેનો ઉપાય સમભાવ છે, માધ્યશ્મભાવ છે જ. જિનવચનની પ્રરૂપણા માત્રમાં માધ્યચ્ય ભાવની પ્રદાનતા છે. જિનેશ્વરદેવ સ્વયં તેના પરમ પ્રરૂપક છે. તેથી જિનપ્રવચનમાં જીવાદિ નવ તત્ત્વો, ત્રિપદી, ત્રિરત્ન કે તત્ત્વત્રયી સઘળા રાગદ્વેષ રહિત માધ્યશ્મભાવના પ્રરૂપક છે. અનિત્યાદિ બાર ભાવના, દાનાદિધર્મો, દસ યતિ ધર્મો, વ્રત, તપ, સમિતિ, ગુપ્તિ સર્વની પ્રણાલિ રાગદ્વેષના ભાવ રહિત માધ્યય્યતાની પ્રરૂપક છે. ભવભ્રમણનું મૂળ કારણ રાગદ્વેષ અને અજ્ઞાન છે. જિનેશ્વર પ્રણિત ધર્મનો પ્રારંભ રાગદ્વેષ રહિત થવા માટે છે. માધ્યચ્ય રાગદ્વેષ રહિતપણાનું નિર્દેશક છે. સર્વશાસ્ત્રોની રચના તેને માટે થઈ છે. આથી માધ્યચ્યભાવ સર્વ વ્યાપક છે. નવકાર મહામંત્રથી પણ એ અભિપ્રેત છે, કારણ કે પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જ એવું શુદ્ધ છે. જડ કે ચેતન કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ ભાવ થવાથી તેમાં આસકિત ઊપજે છે, પછી જ્યારે તેમાં કોઈ અણધાર્યું પરિવર્તન આવે ત્યારે માણસ દુઃખી થાય છે. પણ જો વ્યક્તિ તેવા સંયોગોમાં માધ્યશ્મભાવ રાખે તો દુઃખને નિવારી શકાય છે. માણસને શરીરની રોગ પીડાકારી નથી તેટલો મનોશ રાગ સત્વેષ મૈત્રી - ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74