Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 62
________________ એવા ભેદ પાડી કોને પરાયા માને ? સાધકને ભેદ અપ્રિય છે, અભેદ પ્રિય છે. સાધના ભેદ ટાળે, અધર્મ ભેદનું અંતર વધારે છે. માધ્યચ્ય ભાવનાના જીવના પરિણામ ભેદે કેટલાક પ્રકારો છે. ૧. પાપી વિષયક માધ્યશ્મ, ૨. વૈરાગ્ય વિષયક માધ્યચ્ય, ૩. સુખ વિષયક માધ્યય્ય, ૪. દુઃખ વિષયક માધ્યય્ય, ૫. ગુણ વિષયક માધ્યચ્ય, ૬. મોક્ષ વિષયક માધ્યથ્ય, ૭. સર્વ વિષયક માધ્યથ્ય. વગેરે. ૧. પાપી જીવો પ્રત્યે માધ્યસ્થ : પાપ કરનાર ખરેખર પાપી નથી, તેનું કૃત્ય પાપજનક છે. આથી ગરમ લોઢું ટીપતાં અગ્નિ લોઢા સાથે ટિપાય તેમ પાપ કરનાર - આત્મા પાપનું ફળ ભોગવે છે. તેવા જીવોને સમજાવવા છતાં પાપથી અટકે નહિ તો મધ્યસ્થતા રાખવી. અને તે સુધરે તેવો સદ્ભાવ રાખવો, જેથી તેનો તિરસ્કાર કે દ્વેષ વધવા પામે નહિ અને તેને સુધરવાની તક મળે. ૨. વૈરાગ્ય વિષયક માધ્યચ્ય : વૈરાગ્ય એટલે સંસારિક સુખ પ્રત્યે દ્વેષ અભાવ કે અરુચિ. આ દ્વષજનિત વૃત્તિ પ્રશસ્ત છે. તેથી તે રાગાદિ કે સાંસારિક સુખ પ્રત માધ્યશ્ય રાખે છે. સુખ ઉપર દ્વેષ અને દુ:ખ પર રાગ કર્મલયનું નિમિત્ત બને છે. તેથી અપેક્ષાએ તે વિચારણા હિતકારી છે. ૩. સુખ વિષયક માધ્યસ્થ : તીર્થંકરના પુણ્યાતિશયો જાણીને, કે ચક્રવર્તી જેવા પુણ્યના ઉપભોગને જાણીને, સુદર્શન કે આનંદ જેવા શ્રાવકો અત્યંત ધનાઢ્ય છતાં તેને ત્યજીને સંયમ માર્ગ લીધો. ધન્ના શાલિભદ્ર દેવી સુખના સ્વામી છતાં સર્વ ત્યજીને ચાલી નીકળ્યા. આવા ભાવો સુખ વિષયક માધ્યશ્મભાવનાથી આવે છે. માટે વિચારવું આવા અતિ વૈભવને ક્ષણવારમાં ત્યજીને ચાલી નીકળ્યા તે જીવોને ધન્ય છે. સર્વેષ મૈત્રી કે પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74