Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 60
________________ માધ્યસ્થ્યભાવના મધ્યસ્થ : રાગ અને દ્વેષની મધ્યમાં સ્થિર રહે. ભાવના : કોઈ પણ પરિસ્થિતિમાં રાગદ્વેષના ભાવ ન થાય તેવું પુનઃપુનઃ ચિંતન તે માધ્યસ્થ્યભાવના. માધ્યસ્થ્યભાવની અન્ય અવસ્થાઓ ઉપશમ, પ્રશમ, શાંતિ, વૈરાગ્ય, ઉપેક્ષા વગેરે. મધ્યસ્થ કયાં રહેવું ? ઉપેક્ષા ક્યાં અભિપ્રેત છે ? માધ્યસ્થ્યભાવના વિનયગુણથી ટકી શકે છે. જિનધર્મ પ્રવચન કે સિદ્ધાંત માધ્યસ્થ્યભાવયુક્ત હોવાથી અનેકાંત અને સ્યાદદ્વાદ શૈલીનું વિસ્તરણ થયું. જેથી આગ્રહો, દુરાગ્રહો કે મતાગ્રહો ગૌણતા પામે છે. મધ્યસ્થનો સામાન્ય અર્થ અવિનીતો પ્રત્યે, પાપયુક્ત વ્યવહાર પ્રત્યે, સ્વાર્થ અને વૈર જેવા રાગદ્વેષના પ્રકારો પ્રત્યે મધ્યસ્થ રહેવું. કર્મપ્રકૃતિઓના અહિતકારી પરિપાકમાં મધ્યસ્થ રહેવું. જેથી પુનઃ તેવાં કર્મોનું નિર્માણ ન થાય. માધ્યસ્થ્યભાવના વગર માનવી શ્રેષ્ઠ જીવનનું સર્જન કરી શકતો નથી. સર્વ જીવમાં સમાનવૃત્તિ કેળવીને, દુઃખી પ્રત્યે કરુણા કેળવીને, ગુણવાનો પ્રત્યે પ્રમોદ રાખીને અંતે અવિનિતો, વિરોધીઓ, વિઘ્નકર્તાઓ પ્રત્યે માધ્યસ્થ્યભાવ કલગી સમાન છે. સંસારમાં પુણ્યયોગે સુખનાં સાધન મળવા છતાં, નિરોગી શરીર મળવા છતાં બુદ્ધિશક્તિ સપ્રમાણ હોવા છતાં. કંઈ યશનો પણ યોગ હોય પછી તારે હવે આ જગતમાં રાગાદિની પ્રચૂરતામાં કે આકુળતામાં જીવવાની શું જરૂર છે ! જ્યાં જે ભાવનાની આવશ્યકતા છે તેને જીવંત રાખ. જેમ તીર્થંકરના સમયમાં ભરાવેલી-સ્થાપિત કરેલી પ્રતિમા જીવંત સ્વામી કહેવાય છે તેમ તું પણ જીવંત શુભેચ્છા સંપન્ન ચૈતન્ય છું. Jain Education International સજ્યેષુ મૈત્રી ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74