Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 59
________________ તેઓએ ટીપું લઈને છોડી કેમ દીધો ? જવાબમાં મેઘાણીભાઈએ કહ્યું કે તમારી વાત સાચી છે, પણ એ ઝૂંપડીના નાનાસરખા રસોડામાં ત્રણચાર બાળકો માને વીંટળાઈને બેઠાં હતાં, મા સાથે વાત કરતાં હતાં “મા અમે ત્રણ દિવસથી દૂધ પીધું નથી. આજે અમને દૂધપાક આપીશને ?' નિમંત્રકે આપણને ઘણા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું. તે હું જાણતો હતો પણ મારી નજરે પડેલું પેલું દશ્ય અને શ્રવણે પડેલા પેલાં બાળકોના આર્જવભર્યા શબ્દો, મારા મનને દૂધપાક લેવાની ના પાડતા હતા. એટલે મેં ટીપું લઈ નિમંત્રકનું મન મનાવ્યું અને મારું મન મનાવ્યું કે પેલા બાળકો કેવા પ્રેમથી દૂધપાકની મોજ માણતાં હશે. તેમની તૃપ્તિ એ મારી જ તૃપ્તિ છે. અન્ય રીતે આપણા જીવનમાં પણ આવું બનતું હશે. પરંતુ હૃદયમાં કરુણાનું ઝરણું વહેતું હોય તેની આંખો આવું તારવી શકે, મન દ્રવી શકે. કરુણા સહેજે થઈ જાય. પરહિત ચિંતાસ્વરૂપ કરુણા કાતિલ ઠંડીના દિવસો હતા. એક સંન્યાસીએ ઘણા પરિશ્રમ પછી ગૃહસ્થો પાસેથી રકમ લઈને એક શાલ ખરીદી લીધી. તે દિવસે હાડ ગાળે તેવી ઠંડી હતી. એક બસ-સ્ટેન્ડ આગળ લોકો બસની રાહ જોતા ઊભા હતા. સૌ પાસે કંઈક ગરમ વસ્ત્ર હતું. સૌ કેવી સખત ઠંડી છે તેની ચર્ચા કરતા હતા. બસ આવતાં સૌ બસમાં ચડ્યા, તે બસના દરવાજા પાસે એક ગરીબ બાઈ પોતાના બાળક સાથે ઊભી હતી. ઠંડા પવનના ઝપાટે તે અને તેનું બાળક ધ્રૂજી રહ્યાં હતાં. સૌ પ્રવાસીઓ આ બાઈને જોઈને દયા તો ખાતા હતા. ત્યાં પેલા સંન્યાસી પણ એ બસમાં ચડ્યા. તેમણે આ દશ્ય જોયું અને તરત જ ઘણા પરિશ્રમે મેળવેલી પેલી શાલ પેલી બાઈને આપી દીધી તે વખતે જેમણે શાલની રકમ આપી હતી તે ગૃહસ્થોએ આ જોયું. સૌ સમજી ગયા. આ તો સંત-સંન્યાસી છે. કરુણા તેમના હૃદયનું અંગ છે. ૫૪ : સત્વેષુ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74