Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 57
________________ નથી. શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા જેવા છે. મને રુચે કે સ્વાર્થ હોય ત્યાં ધર્મ કે કરુણા પાળું તો તે વાસ્તવિક નથી. જો તારે દુર્ભાવથી, સંસારની પરાધીનતાથી છૂટવું હોય તો તને તારી જ કરુણા હોવી જરૂરી છે. તને એ વાત સમજાયા પછી દુઃખી જીવો પ્રત્યે કરુણા તારે વિચારવી નહિ પડે તારાથી થઈ જશે. જન્મ અને મૃત્યુની ઘટમાળથી કોણ બચ્યું છે ? તો પછી શાને માટે તારે ઈર્ષા કે અન્ય દોષોનું સેવન કરવું ? આમ તો તું બુદ્ધિમાન થઈને જીતવા નીકળ્યો છું પછી ક્ષણની માયા લોભ કે માન-અપમાનાદિમાં કેમ હારી જાય છે ? કરુણાના સાત્ત્વિક ગુણને બદલે હીન સત્ત્વ કેમ બની જાય છે ? એમ તારે તારા વિષે વિચારવું. સમસ્ત વિશ્વ વિષયોની વિશ્રાંતિ વડે વ્યાકુળ થઈ રહ્યું છે, તેમાં તું કેમ ભળી જાય છે ? તને ઉત્તમયોગ મળ્યા છે, તેને આચરીને અન્ય જીવોને પણ તેવી દયનીયદશામાંથી ઉગારવા સહાય કરજે. ‘જે પ્રાણીઓ હિતનો ઉપદેશ સાંભળતાં નથી, ધર્મની એક પણ વાત મનમાં લેતાં નથી, તો પછી એમની ઉપાધિઓનો અંત પણ કેવી રીતે આવે ? એ જીવો પ્રત્યે કેવળ કરુણાભાવના રાખવી એક માત્ર ઉપાય છે'' તેમાં સ્વપર હિત છે. વળી તારે અહીંતહીં રઝળવાની જરૂર નથી. આત્મભાવ ભૂલીને તું ઘણું રખડ્યો છું, હવે જિનશાસન મળ્યું છે. અગાધ સંસારસાગર તરવા માટે પરમાત્માના વચનરૂપી નૌકા મળી છે. તેમાં યથાર્થ જીવનદૃષ્ટિ રહેલી છે. તેમના માર્ગને જે અનુસરે છે તે સુખ પામશે. વળી તે માર્ગે નિર્વિઘ્ને ચાલવા તારે સદ્ગુરુની પણ આવશ્યકતા રહેશે પણ સાવધાન રહેજે. ગમે તેને ગુરુ માની ન લેતો. પરમાત્માના બોધને અનુસરતા જ્ઞાની-સત્યગવેષક ગુરુને શોધજે. તો તને સત્યના રાહે લઈ જશે. પછી તો તારી તત્ત્વદૃષ્ટિ જ તને આગળનો માર્ગ બતાવશે. Jain Education International ૫૨ % સત્ત્વેષુ મૈત્રી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74