Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 55
________________ કરુણા એ અન્યનાં દુઃખો દૂર કરવાનો ભાવ છે. જેમ મૈત્રીભાવ વડે રાગને પ્રશસ્તપણે વિશ્વ સુધી વિસ્તારતા તે વિશાળ બની લય પામી મૈત્રીપણે પ્રગટ થાય છે. જેમ વૈષનો ત્યાગ દયાભાવને લંબાવતાં થાય છે. તેમ કરુણા અન્યના દુઃખને પોતાનું જાણી તેને બચાવવા જે ભાવના વિશ્વવ્યાપી બને છે તે મહાકરુણા છે. કરુણા સિંધુસાગરનું રૂપ લે છે. કોઈ પુણ્યશાળી, વિચારવાન જીવોને અન્ય પ્રાણીનાં દુઃખો કેવાં છે તે જોવાનું અને તેને દૂર કરવાનું હુરે છે. કારણ કે પ્રાણીની પ્રકૃતિની વિકૃતિમાંથી ઊભી થયેલી કર્મજન્ય દુ:ખદ દશાનો કંઈ અંત નથી. છતાં તેને કેટલે અંશે ટાળી શકાય તેવું કરવું તે માનવીય મૂલ્ય છે. કરુણા એ માનવમનનું પવિત્ર સ્કૂરણ છે. અને તેને વહેતું કરવા માટે બાહ્ય ચિત્રવિચિત્રતા નિમિત્ત છે. માનવશરીર સાથે ઉદર મળ્યું, તે શરીર અને ઉદર લક્ષણ અનુસાર વસ્ત્ર – અન્ન માંગે છે. જેને તે વસ્તુઓનો અભાવ છે, તે તે વસ્તુ મેળવવા આકુળ છે, ચિંતા ગ્રસ્ત છે. તેને દરિદ્રતા વરેલી છે. આવા જીવો કરુણાને પાત્ર છે. હવે જે ધનવાન છે તેની પાસે વસ્ત્રાદિની વિપુલ સામગ્રી છે. તે શું ખાવું, શું વસાવવું, કોને જમાડું, મારી વાહ વાહ કેમ થાય તે માટે આકુળ છે. કેટલુંયે પહેરે – આરોગે પણ ધરાતો નથી. માનવજીવન તેનું આવા પ્રકારોમાં અસ્થિર બને છે. ચિંતાગ્રસ્ત હોય છે. વસ્તુઓનો સદૂભાવ છતાં તે આકુળ છે, તેથી તે પણ જ્ઞાનીજનો માટે કરુણાને પાત્ર છે. જન્મ્યો ત્યારથી નિરોગી રહેવું, માતા-પિતાનું રક્ષણ ટકવું, પ્રેમ મળવો, યુવાનીમાં વિષયોની વ્યાકુળતા. સ્ત્રી-પરિવાર મળ્યા તો તેને સાચવવાની ચિંતા. ખુશ રાખવાની ચિંતા. વિચારોનો મેળ કર્મ પ્રકૃતિની વિચિત્રતા કરવા દેતી નથી તેથી સાધનસંપન્નતા હોવા છતાં માનવી ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે, તે માનવદશા પામીને શું મેળવશે ૫૦ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74