Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 53
________________ જ વિચાર કે તે તેને કેવું ફળદાયી બનશે ? કરુણાયુક્ત તારું દાન હશે તે તારી ચિત્ત પ્રસન્નતાને વધારી દેશે. લેનાર પણ ખુશી થશે. દાન કેવળ ધન આધારિત નથી. તેમાં તો ઘણી વિવિધતા છે. વિશ્વસંસ્થાની વ્યવસ્થા દાનધર્મ પર નભી છે. તે કુદરતનો પ્રવાહ અમાનુષી તત્ત્વોથી બાધા પામશે ત્યારે છઠ્ઠો આરો – દુઃખનો યુગ શરૂ થશે. પ્રાણીઓ કેવળ દુઃખથી જીવશે. કરુણા કરનાર કોઈ નહિ હોય કે તેને ઝીલનાર કોઈ નહિ હોય. વૈશ્વિક વ્યવસ્થા : વૈશ્વિક વ્યવસ્થા આદાનપ્રદાન પર અવલંબિત છે. વસ્તુનું, ભાવનું, જ્ઞાનનું, પ્રેમનું, આદરનું, જીવિતનું એમ વિશ્વમાં નિરંતર આદાનપ્રદાન થતું જ રહે છે. કુદરતનો ક્રમ પ્રકૃતિથી કંઈક આપે છે, માનવ સંસ્કૃતિથી આપે છે. જો ન આપે તો તેના માથે ઋણ વધી જાય છે. વૃક્ષ ફળ અને છાયા આપે છે, સરિતા જળ અને વાદળ આપે છે, વનસ્પતિ ભોજન અને ઔષધ આપે છે, પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે, અગ્નિ-પ્રકાશ જીવન અને પદાર્થદર્શન આપે છે, વાયુ પ્રાણ પૂરે છે. માનવ જ્ઞાન, પ્રેમ, જીવિતનું પ્રદાન કરે છે.” જો આદાનપ્રાદન નથી તો કુદરત વ્યર્થ જાય અને માનવની સંસ્કૃતિ વ્યર્થ જાય. સાગરમાં જળનો સંગ્રહ હોવા છતાં તે ખારાશ અને રસાતલને પામે છે, વાદળ સર્વેને જળ આપે છે, આકાશે ચઢીને ગાજે છે. આમ કુદરતી રચના પણ બોધદાયક બને છે. જે જીવમાં કરુણા સ્થાન લે છે તે પાપથી નિવૃત્ત થતો જાય છે. અને તે જે જીવો પર કરુણા કરે છે, તે જીવો સ્વયે પાપથી નિવૃત્ત થવાનો બોધ પામે છે. એથી કરુણા સ્વ-પર હિતકારી મનાઈ શૃંગારાદિ સોળ પ્રકારના રસમાં શાંતરસ શ્રેષ્ઠ સુધારસ છે, ૪૮ સન્વેષ મૈત્રી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74