Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 58
________________ કરુણાનું ક્ષેત્ર વિશાળ છે કરુણાનું ક્ષેત્ર વિશાળ છે. ક્યાં ક્યાં કરુણા થઈ શકે તે આપણે તેની ભાવનામાં જોયું. કરુણા કેવળ ધર્મના ક્ષેત્ર સુધી સીમિત નથી. જો એમ જ હોત તો લાકડામાં બળતા સર્પયુગલ સુધી તે પહોંચી ન હોત. વાસુદેવના સારથિની (ગૌતમસ્વામીનો જીવ) કરુણા મરણાંત સિંહ સુધી પહોંચી ન હોત. કડવી તુંબડીનું શાક આરોગીને દેહનો નેહ ત્યજી મૃત્યુનો સ્વીકાર કરી જંતુને બચાવવાની કરુણા મુનિના હૃદયમાં ઉપજી ન હોત. કરુણાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ધર્મથી પડતા જીવને બચાવવો, એનું રહસ્ય ઘણું ઊંડું છે. પરંતુ જ્યાં જે જીવને શાતા પહોંચે ત્યાં તે પ્રમાણે કરવું તેનું નામ વાસ્તવિક કરુણા છે. દારૂ પીનારને દૂધ પીતો પ્રેમથી - કરુણાથી કરી શકાશે પણ તિરસ્કારથી નહિ કરી શકાય. ખૂનીને મુનિની કક્ષા સુધી લઈ જવામાં પ્રભુની કરુણા જ હતી. નિશ્ચય ધર્મ તરફ જવાનો એ સાચો વ્યવહાર છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોક કવિ શ્રી મેઘાણીનું નામ પ્રસિદ્ધ હતું. કવિતાઓ કેવળ કલ્પનાથી લખતા ન હતા પરંતુ તેની પાછળ કોઈ જીવંત પ્રસંગોની કથાઓ પણ હતી. ભલે એ પ્રસંગ સામાન્ય જણાતો હોય પણ તેમાં કરુણાનો સ્ત્રોત વહેતો હતો. તેઓ એકવાર કોઈ ગામે ગયા હતા. ત્યાં કોઈ અપરિચિત વ્યક્તિએ તેમને પ્રેમપૂર્વક જમવાનું આમંત્રણ આપ્યું. મેઘાણીભાઈ પોતાના મિત્રની સાથે ત્યાં ગયા. એક નાની સુઘડ ઝૂંપડીમાં નિમંત્રક તેમને લઈ ગયો. તેના મનમાં ઘણો હર્ષ હતો. સમય થતાં દૂધપાક-પૂરીનું જમણ પીરસાયું. મેઘાણીભાઈએ એક ટીંપા જેટલો દૂધપાક લઈને પછી કહ્યું કે મને દૂધપાક અનુકૂળ આવતો નથી. માટે વધુ ન આપશો. જમી પરવારીને તેઓ પોતાને ઉતારે પહોંચ્યા. મિત્ર જાણતો હતો કે મેઘાણીભાઈ તંદુરસ્ત છે. દૂધપાક ભાવતું ભોજન હતું છતાં સર્વેષ મૈત્રી : ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74