Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
ઉદરની ક્ષમતા કરતાં વધુ ખાવાથી રોગ થાય, વધુ વાચાળતાથી વેર થાય, તેના કરતાં જો માધ્યથ્ય જાળવે તો ન રોગ ન શોક. શરીર અને મન બંનેનું રક્ષણ શક્ય બને છે. માધ્યથ્યનું કેન્દ્ર :
દરેક ભાવોનું કેન્દ્ર આત્મા છે, તેમ માધ્યથ્યનું કેન્દ્ર આત્મા છે. મનાદિ ત્રણ યોગની પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. જો દરેક પ્રવૃત્તિ અને પરિણામના કેન્દ્રમાં આત્મા છે તો માધ્યચ્યું છે. પણ જો તેમાં રાગાદિભાવથી ગૂંચ પડી તો કેન્દ્રમાં અજ્ઞાન આત્મા છે. આત્મા કેન્દ્રમાં એટલા માટે છે કે ભાવો પરિવર્તિત થાય છે તો પણ આત્મા નિત્ય જ છે. આથી દરેક ઉત્તમ ભાવનામાં જ્ઞાન કે આનંદનો આવિર્ભાવ તેમાંથી જ આવે છે.
આ આત્માનું વિસ્મરણ થવા ન દેવું તે કેન્દ્રસ્થ-મધ્યસ્થ છે. ગુણોના સ્વામી આત્મા છે.
સુખદુઃખ પ્રત્યે વૈરાગ્ય છે તે માધ્યસ્થતા. વિષયો પ્રત્યે ઉપશાંતતા તે માધ્યસ્થતા છે. કર્મની ચિત્રવિચિત્રતા વૈશ્વિક સ્વરૂપ પ્રત્યે વિવેક તે માધ્યસ્થતા છે. પાપીજનો પ્રત્યે ઉપેક્ષા તે માધ્યસ્થતા છે. તે ઉપરાંત સર્વ શુભ અનુષ્ઠાનો માધ્યચ્યવૃત્તિવાળા છે. સામાયિક જેવા આત્મા દ્યોતક નિરવદ્ય અનુષ્ઠાન માધ્યશ્મભાવની પૂર્તિ છે. રાગ દ્વેષ પ્રત્યે માધ્યસ્થતા, સ્વ-પરના ભેદ ટાળી સામાયિક રૂપ ધર્મ વડે આત્મપરિણામ પામે છે. તે પરિણામ શુદ્ધિના શિખરે પહોંચી કેવળ જ્ઞાન પામવા સમર્થ બને છે.
પરંતુ જે કેવળ પોતાનું હિત ચાહે છે, અનંતા જીવોનું હિત ચાહતો નથી. તે માધ્યસ્થતા સમજ્યો નથી. તે સમત્વને પામ્યો નથી. સમત્વને સ્થિર કરવા માટે માધ્યસ્થતા જરૂરી છે. સ્વ-પરના ભેદમાં અટકે કે ભટકે તે ત્રિશંકુની જેમ આકાશમાં લટકે છે. જેને એ ભેદ ખટકે છે, તે માધ્યશ્મભાવનો ચાહક થાય છે. સાચો ધર્મારાધક
પ૬ ક સત્વેષ મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74