Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 56
________________ તેથી તેમની અજ્ઞાનતા કરુણાને પાત્ર છે. વ્યાપાર ઇત્યાદિમાં કેટલાં કષ્ટ વેઠે તો પણ સફળતા મળે કે ના મળે. મળે તો સંતોષ ના હોય તો તેને દુઃખ છે. સંસારમાં ધન, માન મેળવવાના કેટલાયે પ્રકારો અજમાવવાની આકુળતા ચિત્તમાં સતત વેક્યા કરે. એનું ધારેલું ન થાય ત્યારે મૂંઝવણનો પાર નહિ. તેના કારણે કેટલાય રોગનો ભોગ બને તે દશા કરુણા ઉપજાવનારી તેમાંય જો કોઈ દુરાચારના કે વ્યસનના સેવનમાં ચઢી ગયો તો પછી તેને કોઈ સંત પણ ઉગારી ન શકે. ભૌતિક જગત તેને ઘણું રંગીન દેખાય છે, પણ તે સંગીન – ટકવાવાળું નથી તે તો તેની કલ્પનામાં આવે તેમ નથી. તેમાંય જડવાદે વધારેલા અજ્ઞાનના માર્ગોમાં તે યાત્રી બની જીવન હારી જાય છે. તેથી કરુણાને પાત્ર આખરી કરુણા તો તે જીવોની કરવાની છે કે દુર્લભ એવો માનવજન્મ, ઉચ્ચ સંસ્કારી કુળ, ધર્મશાસનના યોગો મળવા છતાં, જીવને ધર્મની રુચિ થતી નથી. સજ્જનતા પ્રત્યે કે દાનાદિ જેવા કાર્યો પ્રત્યે અભિગમ થતો નથી. જીવનદૃષ્ટિ સત્યમૂલક હોવી જોઈએ. જો માનવચિત્તમાં સત્ય, સંતોષ, શીલ, સદાચાર, સહકાર, કે સહિષ્ણુતા જેવા ગુણો નથી તો તે સ્થાન વિકૃતિઓ લેશે. આ યુગમાં ચારે બાજુ વિકૃતિઓનો વિસ્તાર થઈ રહ્યો છે, ત્યાં સજ્જને બચવાનું છે. કરુણા જેવા ગુણો વગર કેવી રીતે તમારી જાતને બચાવશો ? કદાચ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પણ ધીરજ અને સહિષ્ણુતા રાખીને એ દયનીય પરિસ્થિતિમાંથી મુક્ત થજો. જીવન કરુણાનું અપેક્ષિત ક્ષેત્ર છે : જીવન અને ધર્મ જેમ જુદા નથી તેમ જીવન અને કરુણા જુદાં સત્વેષ મૈત્રી પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74