Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 54
________________ તેમાં કરુણારસ રસાધિરાજ છે. બંને અન્યોન્ય પૂરક છે. શાંતરસ છે ત્યાં કરુણા છે, કરુણા છે ત્યાં શાંતરસ છે. તે રસ અન્યના દુ:ખના નિમિત્તથી પ્રવાહિત થાય છે, તે પૂર્ણપણે શ્રી તીર્થકર દેવોથી પ્રગટ થયો છે, તેથી તે કરુણાસિંધુ, કરુણાસાગર, કારુણ્ય મૂર્તિ કહેવાય છે. તેવી નિષ્કામ કરુણા વરસાવનાર અને તેને ઝીલનાર બંને પ્રસન્ન રહે છે. એથી વીતરાગનો ધર્મ સંપૂર્ણ દયા મય મનાયો છે. કરુણારસનું આલંબન આત્માના જ શુભ અધ્યવસાય છે, પોતાનું દુ:ખ નહિ. જ્ઞાનીજનોએ ચાર ગતિના કે ચોરાસી લાખ યોનિનાં જે દુઃખ બતાવ્યાં તે ભય માટે નહિ, પણ કરુણારસના ઉદીપન માટે છે. ભીષણ અને દારુણ ભવનમાં ભટકતા જીવો માટે ચૈતન્યત્વ જાતિની તુલનાથી કરુણા જાગવી જોઈએ. અહો ! આ જીવો ક્યારે પ્રભુનું ઉદાર શાસન પામશે ? સંપૂર્ણ આગમ પ્રભુની આજ્ઞારૂપ છે, તેમાં કરુણા એ આજ્ઞા છે તેમ જાણવું. માટે સ્વાર્થ અને મોહ ત્યજીને કરુણાભીના હૃદયવાળા બનવું. કોમળ પાણી પથ્થરને સુંવાળો બનાવે છે. તેમ કરુણા હૃદયની કઠોરતાને પીગળાવી દેશે. “લાખો જોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર પણ જેની હરીફાઈ નથી કરી શકતો, તે દેવાધિદેવની કરુણા સાચે જ કલ્યાણકારિણી, ભવજલતારિણી છે જ્યાં જિનરાજનો વાસ છે, ત્યાં દયાની સુવાસ છે. માટે કરુણાસાગર જિનેશ્વરદેવની ભક્તિમાં ઓતપ્રોત બનીએ.” કરુણા ઉપજવાના અધિગમો : પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સાધનાયુક્ત ઉત્તમ જીવોમાં કેટલાક ગુણોથી સંપન્ન હોય છે, પરમોદ તીર્થકરની સંપદા જ મૈત્રી, સવિશેષ કરુણા છે. તે સિવાય ધર્મમાર્ગે જનારને કરુણાભાવ અધિગમથી ઊપજે છે. એ અધિગમનો વિચાર કરીશું. સત્વેષ મૈત્રી : ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74