Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 35
________________ માયા સામે કપટ નહિ કરું લોભ સામે લોભને નહિ ટકરાઉં જગતના જીવો કર્માધીન છે. Ö તે સૌને સદ્બુદ્ધિ મળો. આ જગતના સર્વ જીવો પ્રત્યે બંધુભાવ રાખું. સર્વનું સુખ જોઈ રાજી થાઉં. કોઈ મારું કંઈ બગાડી શકતું નથી. સૌમાં મૈત્રી સ્થાપિત કરું. માતા-પિતામાં મૈત્રી, પત્ની-પુત્રમાં મૈત્રી. ભાઈ-ભગિનીમાં મૈત્રી. સ્વજન-પરજનમાં મૈત્રી પડોશમાં મૈત્રી. શેઠ-સેવકમાં મૈત્રી. દેશ પરદેશમાં મૈત્રી. સર્વત્ર મૈત્રી. મનનો કે વિશ્વનો એક એક ખૂણો મૈત્રીથી ભરી દો. પછી તમારી સંસારયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અર્થાત્ તમે મુક્તિપંથે પ્રયાણ સરળતાથી કરી શકશો. આવા મૈત્રીભાવનાના વિરોધીઓ - પ્રતિપક્ષી તમારા હૃદયમાં - મનમાં છે. તે છે ક્રોધ, માન, રોષ, અભાવ, દ્વેષ, ઈર્ષા, મત્સર. તેને માથે બેઠેલા ઝેરી જંતુની જેમ ક્ષણ માત્રમાં ફેંકી દો. અને મૈત્રીને વરસાવી દો. વસાવી દો. અન્યના દોષ પરત્વે એવું ચિંતવો કે તેના દોષો શમી જાવ, અને તે ઉન્નતિ માર્ગે ચઢી સમતારસનું પાન કરે. એક રૂપક છે. રાજસ્થાનની સૂકી ભૂમિ પર એકવાર વાદળો ઘેરાયાં. વાદળી વરસવાની જાણે વેળા આવી. ત્યાં એક જળબિંદુને થયું આ રણમેદાનમાં વસીને છેવટે સુકાઈ જવાનું છે. તો પછી શા માટે વરસવું ? ત્યાં તેણે ધરતી પર નજર કરી. બે-ચાર બાળકો રમતાં હતાં. તે જોઈને જળબિંદુને થયું લાવ એક બાળક પર પડું. બાળક પર જેવું તે જળબિંદુ પડ્યું. બાળક તો સાશ્ચર્યથી નાચી ઊઠ્યો. આ જોઈને અન્ય જળબિંદુઓ વરસી પડ્યાં, બાળકો હસ્યાં, ધરતી હસી અને લીલીછમ થઈ. Jain Education International ૩૦ : સર્વેષુ મૈત્રી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74