Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 50
________________ રાગાદિભાવો હાનિકર છે. એ અધ્યવસાયો શુભ હોય તો હિતકર છે. ધર્મપ્રેમ હિતકર છે. સંસારના પ્રકારોનો પ્રેમ હાનિકર છે. કરુણાભાવનાની ઉત્તમતા ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે ઉત્તમ જીવને સર્વના દુઃખમાં કરુણાના ભણકારા સંભળાય છે. તેથી સર્વના સુખમાં તે તત્પર હોય છે. એવી કરુણામય વૃત્તિ દ્વારા મહાન જીવો સર્વોત્તમ પદને પ્રાપ્ત કરી કરુણા વરસાવી ગયા. અને ધર્મતીર્થનું પ્રવર્તન કરી સર્વ જીવોના દુઃખના નાશના ઉપાયની અવિરત સ્થાપના કરી ગયા. એ ધર્મના અનુષ્ઠાનની જે ઉત્તમ જીવોને પ્રાપ્તિ થઈ તેમણે વળી આ ભાવનાનું ઝરણું વહેતું રાખ્યું. એથી જ્ઞાનીજનો કહે છે, સર્વ સન્ક્રિયાઓમાં, ધર્મ અનુષ્ઠાનોમાં જિનવચનમાં સ્વ-પર કરુણાનું રહસ્ય રહેલું છે. માટે કરુણા ભાવરહિત સાધના કે અનુષ્ઠાનમાં શુભ અધ્યવસાય ટકતો નથી. અનુષ્ઠાનની તાત્ત્વિકતા ચિત્તવૃત્તિઓને નિર્મળ કરવામાં છે, તેની પાછળ આવી ભાવનાઓનું બળ હોય છે. મોક્ષની રટણા કરતો જીવ મોક્ષથી દૂર કેમ રહેતો હશે ? કારણ કે તેનામાં દુઃખી પ્રત્યે કે દુઃખ પ્રત્યે તિરસ્કારવૃત્તિ છે. તેથી તેના દુ:ખ સમયે તેને માનવીય કે દૈવી કોઈ સહાય મળતી નથી. સુભદ્રા સતીના જીવનમાં વડીલને રોષ છતાં સતીને તેમના પ્રત્યે આદર હતો. જગતના જીવોની સુખની ભાવના હતી, તેને કા૨ણે ખરે સમયે દિવ્યતા પ્રગટ થઈ. સુભદ્રા સતી તરીકે આદર પામ્યાં. અર્થાત્ જ્યાં સુધી જેના હૃદયમાં વિરોધી કે અન્ય જીવો પ્રત્યે સુખની ભાવના છે તો તેને સુખ શોધી લેશે. તે સમયે વીતરાગપ્રભુના ભક્તો દેવો તારી સહાયમાં હાજર થશે. ત્યારે તારું પુણ્ય કામ કરશે. કરુણાભાવ વડે જુગુપ્સા, ધૃણા, તિરસ્કારવૃત્તિ જેવી અશુભવૃત્તિઓનો વિલય થાય છે. નૈસર્ગિક રીતે એ ભાવ ન થતો Jain Education International સત્ત્વેષુ મૈત્રી ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74