Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 39
________________ છે, તેનાથી તેવું ખોટું પગલું કેમ ભરાય ? થોડીવારમાં ટ્રકચાલક એકલો પાછો આવ્યો, અને હવે પોલીસવાળાને અપશબ્દો બોલવા લાગ્યો. છેવટે લોહિયાજીએ કહ્યું, મિત્ર ! તું શા માટે ઉશ્કેરાઈ ગયો છું ? તારે પોલીસ પાસે મને સજા કરાવવી છે ને ? તું જ પોતે જ મને દંડ-સજા જે કરવું હોય તે કર, મને વાંધો નથી. લોહિયાજીનો આવો મૈત્રીભાવ અને સમતા જોઈ પેલો ટ્રકચાલક અગ્નિથી મીણબત્તી ઓગળે તેમ ઓગળી ગયો. અને સ્વયં લોહિયાજીને પગે પડ્યો. છતાં તેઓ પોતાનો પરિચય આપતા નથી. ભલા ! નામનો પરિચય સજ્જનો આપતા નથી. પોતાની સજ્જનતા જ સ્વયં પરિચય આપે છે. જે સ્વ-પર હિતકારી છે. સજ્જન અને બુદ્ધિમાન ગાળની સામે ગાળથી કે ક્રોધની સામે ક્રોધથી જવાબ નથી આપતા. ગાળ સામે મૈત્રી અને ક્રોધ સામે ક્ષમા, એ તેમના જીવનનું સત્ત્વ છે. આવાં જીવંત દૃષ્ટાંતો માનવો માટે વિદ્યાપીઠ છે. પ્રમાદ ત્યજીને તમે આવા સજ્જનોના જીવન પ્રસંગોને તમારા ચિત્તપટ પર અંકિત કરો, તમારા સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંસારમાં કોઈની પણ પરિસ્થિતિ કે સંયોગો એકસરખા ટકતા નથી. ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ. ક્યારે વસ્તુનો અભાવ કે સદ્ભાવ થયા કરે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે. કારણ કે પોતાની પૂર્વકરણીનાં પરિણામ તેના સમયે તમારી સામે ઉપસ્થિત થવાનાં છે. એવા પ્રસંગોમાં તમારી પાસે જો મૈત્રીભાવનાના અર્કરૂપ સમતા હશે તો તમને પ્રસંગો વિચલિત નહિ કરે. અંધકારનો સમય પૂરો થતાં પ્રકાશ થવાનો છે. તમે પ્રકાશની પ્રતીક્ષા કરો, પ્રકાશ તમારાં પગલાંને આગળ લઈ જશે. અને તમે દુર્ગમતાને ઉલ્લંઘી જશો. તમારા જીવનની એ જ સફળતા છે. ચાલો હવે પ્રમોદભાવનામાં પ્રવેશ કરીએ. ૩૪ સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74