Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 46
________________ મલિનતા જ દેખાશે. પણ તમે ઉદાત્ત જીવનના અર્થી છો, ઉત્તમ જીવનરથના મહારથી છો તો તેમાં તમને તમારા હૃદયમાં ઉત્તમ સત્ત્વનાં દર્શન થશે. તે સત્ત્વોનું એક અંગ છે ગુણ પ્રમોદ. જેના અહંકારનું શીરશાસન થયું હોય તે જ આવા ગુણોની પ્રશંસાને હૃદયમાં ધારણ કરી શકે. મૈસુર રાજ્યના મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર એક વાર જર્મની ગયા હતા. તેઓ વિવિધ વિષયોના અધ્યયનની રુચિવાળા હતા. તેમણે ત્યાંના વિશ્વવિદ્યાલયોની મુલાકાત લીધી. એક વાર વિદ્વત્-પરિષદમાં તેમને આમંત્રણ હતું. તેઓ ત્યાં અનેક પ્રસિદ્ધ વિદ્વાનોને મળ્યા. ત્યાં એક મિત્રે એક વિદ્વાનને મહારાજાનો પરિચય આપ્યો. ત્યારે પેલા વિદ્વાન સઉત્સાહ બોલી ઊઠ્યા કે તમે ડૉ. રામશાસ્રીના મૈસુર રાજ્યમાંથી પધાર્યા છો ! મને તમને મળીને આનંદ થયો. હું તેમને મળ્યો નથી. પણ તમે તેમને મારી શુભેચ્છા કહેજો.'' ડૉ. રામશાસ્ત્રી કેવા વિદ્વાન છે ? મહારાજાએ પણ ડૉ. રામશાસ્રીની ઉદાર દિલે પ્રશંસા કરી. તેમને એવો વિકલ્પ પણ ના આવ્યો કે હું મહારાજા છું. મૈસુર રાજ્યના મહારાજા તરીકે આવ્યો છું કે ડૉ. રામશાસ્ત્રીના મૈસુરથી આવ્યો છું ? પરંતુ ડૉ. રામશાસ્રીની પ્રશંસા સાંભળી તેમનું હૃદય પુલક્તિ થઈ ગયું. તેઓ જ્યારે મૈસુર આવ્યા ત્યારે તેમણે ડૉ. રામશાસ્ત્રીને મળીને ગૌરવથી કહ્યું કે, મૈસુરમાં તમે મારા પ્રજાજન છો. પણ જર્મનીમાં હું તો તમારા પ્રજાજન તરીકે ઓળખાયો, તેનો મને અત્યંત આનંદ છે. કેવી પ્રમોદભાવના ! તમે કોની પ્રશંસા કરી શકો છો ? પતિની, પત્નીની, પિતાની, પડોશીની કે પોતાની ? મિત્રની કે શત્રુની ? તમારાથી અધિક ગુણવાનની કે ગુણહીનની ? તમારા જેવા જ સંપત્તિવાનની કે સામાન્ય માણસોની ? તમારા સેવકની કે સ્વામીની ? વિચાર કરજો. અને જરૂરથી ગુણોના સ્વામી બનવા ગુણોના (નામથી) નાચી ઊઠજો. Jain Education International - સત્ત્વેષુ મૈત્રી ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74