Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 44
________________ ગુણભર્યા દેખાશે. જળની નિર્મળતા, કોમળતા, અને ઉપયોગિતા વિચારતાં તારું હૃદય જળકાય પ્રત્યે પ્રમોદથી ભરાઈ જશે. પૃથ્વીની પદાર્થોને આપવાની આધાર ક્ષમતા, સ્થિરતા જોઈ તું વારી જઈશ. વૃક્ષોની તારું ઝેર પચાવીને અમૃત આપવાની ઉદારતા તને ઝુકાવી દેશે. વાયુ વગર તો તારું જીવન જ નિપ્રાણ બની જશે તે તું જાણે છે. વિશ્વ તારે માટે વિદ્યાપીઠ બનશે. ત્યાર પછી જંતુથી માંડીને પૂરી સૃષ્ટિ તને કેટલું શીખવે છે ? પતિ-પત્નીમાં તેમ જ અન્ય સંબંધોમાં આ પ્રમોદભાવના એ પુણ્યનો મહાસાગર છે, રત્નાકર છે. એકવાર તેમાં ડૂબકી માર પછી જો તને શું મળે છે ? વીતરાગ સ્વરૂપ સર્વ તીર્થકરો પણ આવી ભાવના વડે જ પૂર્ણતા પ્રાપ્ત કરી સિદ્ધિને વર્યા છે. પ્રથમ તને સામાન્ય માનવ કે વસ્તુમાંથી ગુણ ન મળે તો સર્વોત્કૃષ્ટ પરમાત્માના ગુણસાગરમાં ડૂબકી માર. તેઓ શા માટે સર્વને પૂજનીય થયા. તેમના પૂર્વભવોથી અંત સુધીમાં શું બન્યું ? તે વિચારવું. વીતરાગતાના પ્રબળ ગુણ વડે તેમણે સર્વ ગુણ સંપન્નતા પ્રાપ્ત કરી. તે ગુણોથી તારા હૃદયને ભરી દે. ત્યાંથી તારી પ્રમોદભાવના જાગૃત થશે. કંઈ આકાર લેશે, પછી તું જે સ્થાને છે ત્યાંથી ગુણ ગ્રહણતા કરતો જા. શેઠે સેવકને હલકો ગણીને દુર્વ્યવહાર ન કરવો. પતિએ પત્નીને, સમાજે સ્ત્રીને હલકી ગણી અસન્માનનીય ન માનવી, નહિ તો તમને જે શાસન મળ્યું છે, સર્વમાં સમદષ્ટિનું તે એળે જશે. અને ખાલી હાથે વિદાય થશો. માનવ જન્મ્યો ત્યારે બાંધી મુઠ્ઠી હતી. જાય ત્યારે ગુણોથી બાંધેલું હૃદય પુણ્ય કર્મના સંસ્કારો લઈને જશે. જે તને ક્રમે કરીને પરમતત્ત્વ સુધી લઈ જશે. સ્ત્રી કે પુરુષ, શેઠ કે સેવક, રાજા કે રંક ગુણપ્રશંસા માટે સર્વે સન્માનનીય છે. જેમ ગુણ જોવા આંખ-દષ્ટિ મળી છે તેમ ગુણપ્રશંસા માટે તને વાચા સહિત વિચારશક્તિ મળી છે. આંખ અને પાંખ જેવી આ દષ્ટિ અને વાણીમાં સર્વેષ મૈત્રી - ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74