Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 43
________________ લાગે છે ! તારી નજીકનો દોષ જોવા જેવો છે તે તને દેખાતો નથી. અને પરદેશ વસતા કોઈ વ્યક્તિની ભૂલ - નાનો સરકો દોષ રોજ વાગોળ્યા કરે છે. કઈ ગુણ સંપન્નતા વડે તું અન્યના દોષ જુએ છે ? કે પછી તારા દોષોની વિકૃતિ તને અન્યના દોષ બતાવે છે. તું તે જોવામાં કુશળતા માને છે. આમ કરીને તું તારું ભવભ્રમણ શા માટે વધારે છે ? વળી સંસારી જીવ સર્વગુણયુક્ત હોવો સંભવ નથી. માટે આપણે તો તેમાંથી ગુણોને ગ્રહણ કરવા. - અન્યની દાનાદિ ક્રિયાઓમાં પણ તને દોષ દેખાય છે. કદાચ દાન કરનાર અન્યત્ર લોભ કરતો હોય તો પણ તેની દાનક્રિયા તો સારી છે. તું દાનક્રિયા કરતો નથી અને લોભ કરે છે. તારા બેય પ્રકારોમાં દુર્ગણ છે. પ્રમોદભાવના તને પ્રેરણા આપે છે. તું કોઈને ધનવાન જુએ છે, અને તારું હૃદય સુખ અનુભવે છે. તું કોઈ દાનીને મળે છે, અને તેના તે કાર્યમાં જોડાય છે. કોઈ તપ જુએ છે, તેમની સેવા કરવા પ્રવૃત્ત થાય છે. તેમના શીલ-સદાચારની પ્રશંસા તું મુક્ત કંઠે કરે છે. મહાત્મા પુરુષોના ગુણગાનથી તારા કંઠને હંમેશાં ભીનો રાખ. પછી કોઈ નિરાંતની પળે જોજે તારું હૃદય નિર્દોષ સુખમાં નાચતું હશે. કોઈ આપત્તિ પ્રસંગે બહારમાં તારા સ્વજનો, મિત્રો તને હંમેશાં સહાય કરવા તત્પર રહેશે. તારી અંતરઅવસ્થા ત્યારે પણ અનૂકુળ હશે. ગુણદૃષ્ટિ સહનશીલતાનું અનુસરણ કરે છે પ્રમોદભાવનાનું ફળ તને આ જ જન્મમાં આ રીતે મળે છે. સુખદ પ્રસંગમાં તું દુઃખ-ચિંતાની છાયા રહિત સુખ માણી શકે છે. વિશ્વ વિદ્યાપીઠ : એકવાર ગુણદષ્ટિ વિકાસ પામી પછી તો જ્યાં જ્યાં તારી દૃષ્ટિ જશે ત્યાં તેને સર્વત્ર સૌંદર્ય, માધુર્ય, ઔદાર્ય, જેવાં અનુપમ તત્ત્વ જોવા મળશે. પૃથ્વી, પાણી કે વનસ્પતિ જેવાં સત્ત્વો પણ ૩૮ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74