Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 41
________________ ઉવસગ્ગહર ભક્તામર, કલ્યાણમંદિર વગેરે સ્તોત્રો જીવની પ્રમોદભાવનાને સર્વોત્કૃષ્ટ બનાવે છે. અને પારમેશ્વરી તત્ત્વનું પ્રદાન કરે છે. સ્તુતિ ધ્યાનરૂપ બને છે ત્યારે ભક્તામર જેવી સ્તુતિઓ મહાન પવિત્રતા પ્રગટ કરી ચમત્કાર સર્જે છે ને ? પ્રમોદભાવનામાંથી પ્રગટ થતું પરમાત્માનું ધ્યાન પ્રત્યેક ક્રિયાને અમૃતાનુષ્ઠાનથી અભિભૂત કરે છે. અનુષ્ઠાનોની પૂર્ણાહુતિની ફળશ્રુતિ પ્રમોદભાવનામાં પરિણમે છે. તીર્થંકર નામકર્મની આ નિકાચના પૂર્ણ મૈત્રીભાવમાંથી નિપજે છે ત્યારે સાથે પ્રમોદભાવનાનો સંબંધ અનિવાર્યપણે હોય છે. જીવોના આદર, સન્માન કે પ્રમોદભાવ વગર મૈત્રીભાવના પ્રવૃષ્ટ કેમ બને ? મા બાળકની પાપા પગલી જોઈને પણ આનંદિત થઈ ઊઠે છે. તેમ જેના હૃદયમાં પ્રમોદભાવ છે તે અન્યના અલ્પ ગુણને જોતાં જ અત્યંત પુલકિત થઈ ઊઠે છે. એવો સઘન ભાવ પછી ક્યારે પણ ક્ષતિ પામતો નથી. સુથારનું મન બાવળીયે હોય તેમ આ સાધકનું મન વસ્તુમાત્રમાંથી ગુણ શોધે છે. ધર્મીને વસવાનો અને અધર્મીને વસવાનો સંસાર જુદો નથી, પરંતુ બંનેના અભિપ્રાય જુદા છે. બંનેની દૃષ્ટિમાં અંતર છે. બંનેનાં જીવનમૂલ્યો જુદાં છે. ધર્મીને સર્વત્ર મૈત્રી અને પ્રમોદી જનો દેખાય છે. અધર્મીને સર્વત્ર નગુણા અને દુર્જન લોકો જ જણાય છે. એની દષ્ટિનો આ દોષ તેના જ દુઃખનું કારણ બને છે. “દોષદષ્ટિ એ વિષ છે, તે ભવોભવ મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે, તે અજરામર પદ અપાવે છે.” દૃષ્ટિનો બોધ : જો તું ધર્મભાવનાથી ભૂષિત છું. તો તારે બાહ્ય કે અંતર ધર્મની સાધના નિર્વિઘ્ન કરવા માટે હંમેશાં, પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિમાં, તારા અંતરમાં પ્રમોદભાવના કે જે ગુણગ્રહણતા છે, તેમાં ૩૬ - સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74