Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 40
________________ પ્રમોદભાવના પ્રમોદ : પ્રકૃષ્ટપણે પુલકિત થવું : અન્યના સુખની વૃદ્ધિ, ગુણોની વૃદ્ધિ, જ્ઞાનાદિની વૃદ્ધિ, સન્માનનીય ઉન્નતિ જોઈને તે સર્વમાં તારા હૃદયમાં પ્રમોદ-પ્રસન્નતા પુલકિતભાવ, ગુણગ્રહણતાનું સ્થાન જમાવી દે. તારા પુત્રને મળેલી ચાર ડિગ્રીઓથી તારા હૃદયમાં કેવા ઉમળકા આવે છે ? મૈત્રીભાવથી ભાવિત થયેલો તું, વાત્સલ્યથી ભરેલું તારું હૃદય. અન્યના આવા ગુણો જોઈને નાચી ઊઠે છે. હૈયું નૃત્ય કરે છે. પ્રમોદ અને પ્રમાદમાં ફક્ત એક માત્રનો જ તફાવત છે. પણ પરિણામમાં બેહદ તફાવત છે. પ્રમોદ અમૃત છે, તો પ્રમાદ મૃત્યુ છે. પ્રમોદભાવ જીવને ક્ષણે ક્ષણે આનંદના સ્રોતમાં સ્નાન કરાવે છે. પ્રમાદ ક્ષણે ક્ષણે ભાવમરણથી જીવને નિઃસત્ત્વ કરે છે. ધર્મમાર્ગનો મહાશત્રુ પ્રમાદ છે. તેને દૂર કરવાનું સાધન કથંચિત પ્રમોદ છે. સાધનામાર્ગમાં વિષય કષાયરૂપ અનાદરણીય જેવા દોષો પ્રમાદની સંતતિ છે, તે મહા વિઘ્નો છે. પ્રમોદભાવ ગુણગ્રહણતાવાળો હોવાથી પ્રમાદથી થતા દોષોને ટાળવા સમર્થ છે. વળી ગુણિયલજનોના પ્રમોદ-પ્રશંસાભાવથી તેમની સદ્ભાવના તમારામાં ગુણનું સંક્રમણ કરે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રમોદભાવનાના અધિકારી પંચ પરમેષ્ઠિ છે. તેની ઉપાસનાથી પ્રમોદભાવના તાત્ત્વિક બને છે. સાધક જેનો પ્રમોદ કરે છે, તેવા ગુણને આકર્ષી લે છે. પ્રમોદભાવના ‘નમો’ ને હૃદયસ્થ બનાવે છે. તેથી તે ધર્મધ્યાનનું પ્રવેશ દ્વાર છે. દરેક પ્રકારની સ્તુતિ અને સ્તવનોનો ખજાનો પ્રમોદ ભાવને આવિર્ભાવ કરે છે. નવકારમંત્ર, નમ્રુત્યુર્ણસ્તવ, લોગ્ડસ સૂત્ર. સત્ત્વેષુ મૈત્રી ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74