Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 38
________________ જૈનદર્શનમાં પ્રવેશેલા એક એક તત્ત્વનું સ્વરૂપ એવું છે કે એકને સંપૂર્ણપણે જાણે કે આરાધે તો તેને અનુશાંગિક અન્ય તત્ત્વો તેમાં સમાહિત થાય. એક મૈત્રીભાવનું ઝરણું એવું છે કે તેમાં અન્ય ભાવનાઓ સમાય છે. છતાં ભાવની વિવિધતાને આત્મસાત્ કરવી. મૈત્રીભાવનું ઝરણું : દષ્ટાંત કહે છે કે ગૃહસ્થજીવનના આરંભ સમારંભ અને પરિગ્રહની મૂચ્છ એવી છે કે જીવને પગલે પગલે પાપ કરાવે છે. છતાં કરૂણાશીલ મહાત્માઓએ ભાવનાઓનો એવો અદ્ભુત અભિગમ આપ્યો કે ગૃહસ્થ પગલે પગલે પુણ્ય કરી શકે. તે મૈત્રીભાવના એક દૃષ્ટાંતથી સમજીએ. રામ મનોહર લોહિયા ભારતની લોકસભાના સદ્દસ્ય હતા. ખૂબ ખ્યાતનામ અને જનપ્રિય હતા. પોતાના ક્ષેત્રે પ્રતિભાસંપન્ન હતા. ગર્ભશ્રીમંત કુટુંબના વારસદાર હતા. અંતરથી વિશાળબુદ્ધિ હતા. તેઓ એકવાર ધોરીમાર્ગે ગાડી ચલાવતા હતા. આગળ એક ટ્રક જતી હતી, તેની સાથે તેમની ગાડી અથડાઈ, અકસ્માત થયો. ટ્રકનો ચાલક અત્યંત આવેશમાં આવી ગયો. લોહિયાજી પણ ગાડીમાંથી ઊતર્યા. પેલો ટ્રકચાલક તો બોલવા જ માંડ્યો. મૂર્ખ ! અંધ ! દારૂ પીને ગાડી ચલાવે છે ? હકીકતમાં તેની ટ્રકને કંઈ એવું મોટું નુકસાન થયું ન હતું. પરંતુ તે આવેશમાં આવી ગયો. લોહિયાજીને શાંત જોઈ તે વધુ ઉશ્કેરાયો. અને અપશબ્દ બોલવા લાગ્યો. પણ લોહિયાજી તો જાણે ફ્રીજનો બરફ. છતાં તેને શાંત પાડવા પોતે ક્ષમા માંગી. પણ પેલો તો આવેશમાં ભાન ભૂલ્યો હતો. લોહિયાજી તો પૂર્વવત્ શાંત રહ્યા. આથી તે થાક્યો અને પોલીસચોકીએ ગયો. - લોહિયાજી તેની રાહ જોઈને ઊભા રહ્યા. લોકોએ કહ્યું હવે તમે ચાલ્યા જાવ. પરંતુ જેના હૃદયમાં નિર્દોષતા અને પરહિતચિંતા સર્વેષ મૈત્રી - ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74