Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 37
________________ છે. અહિંસા-મૈત્રીનું અનુપમ વાતાવરણ સર્જાય છે. કોઈ વેરભાવથી તેવા પુરુષોને હાનિ કે હત્યા કરવા આવે તો ત્યાં જ થંભી જાય છે. કષાયવિજેતાના અંતઃકરણની પવિત્રતાનો એ આવિર્ભાવ છે. તેમનાં બોધવચનો જીવમાં રહેલા કલહના ભાવને શમાવી દે છે. કારણ કે પૂર્ણ મૈત્રીભાવનાના તે સ્રષ્ટા છે. મૈત્રીભાવના શાંતિ પેદા કરે છે તેથી બૃહદ્ શાંતિમાં તે ભાવનાઓ યોજવામાં આવી છે. પુત્ર, મિત્ર, સ્વજન આદિ, સજ્જન હો કે દુર્જન હો, સાધુ હો કે શ્રાવક હો. જનપદનું રાજપદવાળાનું, પૂરા વિશ્વમાં વસતા સૌ જીવોને ગૃહેગૃહે સર્વત્ર અખંડ બ્રહ્માંડમાં શાંતિ થાઓ. શાંતિ થાઓ. સૌ સુખી થાઓ સુખી થાઓ. शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः O સમગ્ર જગતનું કલ્યાણ થાઓ. O સર્વ પ્રાણી પારકાનું હિત કરવામાં તત્પર બનો. O સર્વના દોષો નાશ પામો, સર્વત્ર સુખ પ્રવર્તે. આવી ભાવનાયુક્ત મહાત્માનું જીવોને હાનિ થવાના સામાન્ય કે વૈજ્ઞાનિક પદ્ધતિના વ્યાપક, પ્રકારો જોઈને હૈયું રડે છે. કકળી ઊઠે છે. મૂક પશુઓનાં કતલખાનાં તેમના દિલને ધ્રુજાવે છે. કોઈપણ એવા પ્રયોગોથી દુઃખી થતા જીવો જોઈને તેમની વેદના વધે છે. વળી તેમની આ ભાવના કોરી કે નિષ્ક્રિય નથી. પણ શક્ય તેટલા પ્રયાસ વડે તે જીવોને દુ:ખથી બચાવવા પ્રયત્નશીલ રહે છે. જૈનશાસન પામેલા તને જે વારસો મળ્યો છે. તેનો વિચાર કર કે અપરાધ કરનાર સંગમ પર પણ જેની આંખો અશ્રુભીની બની. એ પરમાત્માની શાસન-દષ્ટિ પણ જીવોનું કલ્યાણ કરે છે. તેથી તેમના ચ્યવન આદિ પ્રસંગો કલ્યાણક કહેવાય છે. જીવો સાથેની અભેદતા મૈત્રીથી સાધ્ય છે. તમે જ્યાં જે ક્ષેત્રમાં હોવ ત્યાં મૈત્રીને સાધ્ય કરો. ૩૨ - સન્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74