Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 47
________________ કરુણાભાવના કરુણા : અનુકંપા, દયા, અધૃણા, દિનાનુગ્રહ વગેરે સમાન અર્થવાળા શબ્દો છે. કરુણા : દુઃખનાં દુઃખ દૂર થાઓ, મને કેમ દુઃખ અપ્રિય છે, તેમ સૌને દુઃખ અપ્રિય છે, બીજાનું દુઃખ તે મારું દુઃખ છે. તેવી ભાવનાનું આચરણ. અનુકંપા : અનુ-અન્ય દુઃખી જણાય. તેનાથી હૃદયમાં તે દુઃખ દૂર કરવાની લાગણી થાય તે અનુકંપા છે. અન્યનાં દુઃખ જોઈને હૃદય દ્રવી જવું, સંવેદન થવું, કંપ થવો. દયા : અન્યને દુઃખ ન થાય તેવો વિચાર અને આચાર તે દયા. અધૃણા : અવિનીત, હનગુણી, દુઃખથી પીડાતાને વધુ દુઃખ થાય તેવો તિરસ્કાર ન કરવો. દીનાનુગ્રહ : દુઃખી માનવોનું દુ:ખ જે પ્રકારે દૂર થાય તેવો યત્ન – અનુગ્રહ કરવા. આવો કરુણાભાવ ઉપજવો તે પણ પાત્રતા માંગે છે, માર્ગાનુસાર ધર્મ સન્મુખ જીવમાં જ કરુણાના અંકુરો ફૂટે છે. તે સિવાય જગતના જીવોને મોહ મિશ્રિત કરુણા કે દયા હોય છે, જે મોહદયા મનાય છે. જે પોતાના છે, પોતાના માન્યા છે, તેનું દુ:ખ જોઈ દયા ઊપજવી તે મોહદયા કે મોહજનિત કરુણા છે. વાસ્તવમાં તે દયા નથી પણ સહાનુભૂતિ છે. પરંતુ કોઈનું પણ દુઃખ જોઈ તેના દુ:ખને દૂર કરવાનો સહૃદય ઉપાય કરવો તે કરુણાનું હાર્દ છે. વ્યક્તિના ભાવ સાપેક્ષ, સંયોગાધીન, કે ધર્મધ્યાનના પ્રકારે આ કરુણાભાવનાના અનેક ભેદ છે. અત્રે છ પ્રકાર અભિપ્રેત છે. ૪૨ સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74