Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
તત્પર રહેવું. તે જોવા માટે તારી નિર્મળદૃષ્ટિનો ઉઘાડ કર. ધર્મ મંગળ છે, તેમાં શુભ નિમિત્તોની આવશ્યકતા રહે છે, ગુણ દૃષ્ટિથી ગુણીજનોના આશીર્વાદ મળે છે, તું પોતે ગુણ સમૃદ્ધ બને છે.
પ્રમોદગુણનો બીજો શત્રુ ઈર્ષા છે. અન્યના દોષ જોવામાં, કે ઈર્ષા કરવામાં કંઈ મળવાનું નથી. પરંતુ ગુણ જોવાથી તારો આત્મા સંતુષ્ટ થશે, આનંદ થશે. માનવ જન્મમાં તું સંસ્કારયુક્ત કુળમાં જન્મ્યો છું તો પછી જીવનને ઉન્નત બનાવ, ઉદાર બનાવ. તે માટે અન્યના યશ, ધન, સમૃદ્ધિ, બળ, ગુણ કે રૂપની તુલના અને ઈર્ષાનો
ત્યાગ કર.
તને મળેલો માનવજન્મ પૂર્વના કુસંસ્કારોને નષ્ટ કરવા મળ્યો છે તેમ વિચારવું. પૂર્વે અશુભયોગમાં તેં એવા દુર્ગુણોને પોષ્યા છે, તેથી આ જન્મમાં તે તારા હૃદયમાં સ્થાન લઈને આવ્યા છે, એટલે નજીકમાં ભાઈ વગેરેમાં, દૂરમાં મિત્રો આદિમાં તું આનંદ માણવાને બદલે ઈર્ષાથી બળે છે.
તારે તારી જાતનું સંશોધન કરવું કે તારા કોઈ સગાંસંબંધી કે મિત્રને ખૂબ સન્માન મળ્યું, તું તે પ્રસંગે હાજર રહ્યો, ત્યારે તે દૃશ્ય જોઈને તું પુલકિત થયો ને ? તારા હૃદયમાં ઊર્મિ જાગીને કે આ વ્યક્તિ પ્રશંસાને પાત્ર છે. જો તેમ થયું તો તું મહાપુરુષોના પંથનો પથિક છું. પરંતુ જો તને વિકલ્પ ઊઠ્યો કે મારામાં આનાથી વિશેષ શક્તિ છે. આ વ્યક્તિને માન આપવા જેવું શું છે ? વળી તને ક્યાંય દોષો પણ દેખાઈ જાય. તો સમજવું કે તું સંસારના પરિભ્રમણ પંથનો પથિક છું. જાતને તપાસીને નિર્ણય કરજે. જો ગુણગ્રહણતા થાય છે તો તેમાં વૃદ્ધિ કરજે. ન હોય તો કોઈ સજ્જનને, કે સંતને પકડીને તે ગુણપ્રમોદનો પાઠ શીખજે,
હે દૃષ્ટિ ! તું શું મને દગો દેવા ચાહે છે ? કોઈનો પરમાણુ જેવો દોષ તને પર્વત જેવો દેખાય છે. મહાન ગુણ રાઈના દાણા જેવો લાગે છે ? તારો દોષ અણુ જેવો અને નાનો ગુણ પ્રશંસાપાત્ર
સત્ત્વેષુ મૈત્રી
૩૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74