Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 36
________________ આ રૂપક એટલા માટે આપ્યું કે તને એમ થાય ચારે બાજુ સંઘર્ષમાં મારી મૈત્રીથી શું થશે ? તું એમ વિચારીને અન્યની હરોળમાં ન બેસતો. બસ સ્વયે મૈત્રીભાવનાને વરસાવી દે. પેલા જળ બિંદુની જેમ અન્ય જળબિંદુ વરસી ગયાં. તેમ તારી ભાવના પણ વિસ્તાર પામશે. તું સુખી, સૌ સુખી. પેલા ક્રોધાદિ પ્રતિપક્ષીઓને દૂર કરવા તારી પાસે ઉપશમ ભાવનું, મૈત્રીભાવનું સબળ સાધન છે. સમતારસમાં મગ્ન રહો. વિવેકથી ભરપૂર રહો. પુણ્ય-પાપના યુગલને લઈને આપણે આ દેહ ધારણ કર્યો છે. કદી તડકા કદી છાયા આવશે ત્યારે મૈત્રીભાવનું બળ તને ટકાવી દેશે. તારા શત્રુઓ પણ બૂઝી જશે. તેમની શત્રુતા પણ દૂર થશે. માટે મૈત્રીનું ઝરણું વહેતું કરી દે. મૈત્રીભાવની નિપજ સમાનભાવ છે. તેથી ભાવિત થઈને તું ભાવના કર. મારે કોઈ શત્રુ ન હો. શત્રુ હો તો તે પણ બુદ્ધિને પ્રાપ્ત કરી સુખી થાઓ. સમતાનું પાન આવા ભાવને વહેતા કરે છે. તેથી તે નિર્ભય, તારા સર્વ સ્થાનો નિર્ભય. મૈત્રી ધારણ કરવામાં જેમ વિવેકબુદ્ધિ જરૂરી છે તેમ તેને ટકાવવા સમતા જરૂરી છે. સર્વ શાસ્ત્રોનો ઉપદેશ સમતા સ્વરૂપ આત્માને નિરંતર સમતાનું પાન કરાવવાનો છે. જે જીવો પરમાર્થ સ્વરૂપે મૈત્રીભાવનામાં તત્પર થયા છે. તેઓ વિશ્વના સર્વ જીવ પ્રત્યે અત્યંત જાગૃત છે. સર્વ જીવો મોક્ષ જેવું અબાધ્ય સુખ કેમ પામે તેની હૃદયમાં ભાવના છે. તે વિચારે છે કે પ્રાણીઓ શા માટે પાપ આચરતાં હશે ! અને તેને સમજાય છે. અહંકારવશ તેમને ભાન રહેતું નથી કે કરેલાં પાપો દુ:ખસાધ્ય છે. ભોગવ્યા વગર છૂટકો નથી. એથી મૈત્રીભાવનાવાળા જીવો જિનવચનને અનુસરે અને ધર્મ પામે તેવું ઇચ્છે છે, ભાવના કરે છે. અહિંસા ધર્મને પૂર્ણપણે વરેલા સિદ્ધ પુરુષો અને તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ હોય ત્યાં તે તે ક્ષેત્રમાં હિંસાભાવ શમી જાય સત્વેષ મૈત્રી - ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74