Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 33
________________ સૌ તારા પરિવાર સ્વરૂપ છે. તેનો આ માનવમનથી સ્વીકાર કર કે આ વૈશ્વિક પરિવાર મારો છે. હું એ પરિવારનો છું. મારે શત્રુ-મિત્રના ભેદ કેવા ? પણ પરિવારના સંબંધોમાં સંઘર્ષ છે તેનું શું ? મૈત્રીભાવનાનો મર્મ છે પરહિતચિંતા. અર્થાત જેઓ પોતાના હિતની ચિંતા કરી શકતા નથી, એવા નિર્બળ મનના માનવીની ચિંતા આ મૈત્રીભાવનાનું અંગ છે. તેમના મનમાં રહેલી મલિનતા દૂર થાઓ. કોઈ પાપ ન આચરો. તેમનામાં રહેલી શત્રુતા દૂર થાઓ. સૌ સુખી થાઓ. આ ભાવના તારા મનોયોગને પ્રબળ બનાવશે. તું મિત્રોની જ મૈત્રી કરીશ તેવું નથી. પરંતુ તું શત્રુને મિત્ર બનાવવા માટે પ્રયત્ન કરીશ. તેમાં જ તારી કુશળતા છે. જેથી સંઘર્ષ દૂર થશે. અરે જે જીવોનો તારી સાથે મૂક સંબંધ છે, તેવા એકેન્દ્રિયાદિ જીવો પણ દુઃખથી મુક્ત થાય અને દેવગુરુધર્મનો યોગ પામી બૌધિધર્મ પ્રાપ્ત કરી ભવભ્રમણથી મુક્ત થાય તેવી ભાવના કર. તારી આ પારમાર્થિક ભાવના સૂક્ષ્મ જગતના વાયુમંડળમાં ફેલાઈ જશે. અને સર્વને સદૈવ સ્પર્શતી રહેશે. આવી ભાવના કોઈ પણ સજ્જન ક્યારે કરી શકે ? મનુષ્ય જ્યારે પોતાના હૃદયમાં આ ભાવનાને સ્થાન આપે. તેમાં નિસ્પૃહતા હોય તો તે અન્ય માટે પણ આ ભાવના હાર્દિકપણે કરી શકે. સર્વાગપણે મૈત્રીભાવનાના અધિકારી પરમાત્મા છે. પરમાત્માએ જ્યારે આત્મામાં પારમાર્થિક સુખ જોયું ત્યારે તે માર્ગ નિસ્વાર્થભાવે જગતના જીવોને કરુણા વડે બતાવ્યો. સૌ જીવો પરિભ્રમણના દુઃખથી મુક્ત થાઓ. સાચા સરવરીએ દોડ્યા આવો. અહીં સુખ જ સુખ છે. તમે બોધિધર્મની પ્રાપ્તિ કરો, આત્માને ઓળખો, તેની શોધ કરો, તમને તે અવશ્ય પ્રાપ્ત થશે. ૨૮ : સત્વેષુ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74