Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 29
________________ શાસનની આસ્તિકતા છે. પરમ સિદ્ધ અને સત્ સ્વરૂપ સમગ્ર જીવનો સ્વીકાર, આદર અને સત્કાર છે. સર્વ જીવમાં ચૈતન્યસ્વરૂપ એકતાનો ભાવ જન્મે છે. અનંત ગુણોનો ગુણકાર-ગુણશ્રેણિ નિર્જરા કરાવનાર છે. અત્યંત વિશાળ ક્ષેત્ર મૈત્રીનું છે. જેના દ્વારા જીવ સ્વસ્થ-સ્નેહ પરિણામનો અનુભવ કરે છે. જો જીવમાં આવી મૈત્રી નથી તો અમૈત્રીરૂપ મોટું પાપ છે, તે જ મહામિથ્યાત્વ છે. અનંત આત્માઓની ઉપેક્ષા અનાદર અને અવગણના છે. ભાવસંકુચિતતા છે. આવા અનેક દોષોની ગ્રંથિને મૈત્રી તોડી નાંખે છે. “મૈત્રીભાવને મૂળથી, ફળથી પત્રથી, પુષ્પથી, સ્કંધ, શાખા પ્રશાખાથી જેઓએ સિદ્ધ કર્યો છે તેમને કરેલો નમસ્કાર શરણાગતિ, ક્ષમાપના, ભક્તિ અને સમર્પણ, અને તેમની જ અનન્ય ભાવે થતી આરાધના જીવની અમૈત્રી ભાવરૂપી અયોગ્યતાનો નાશ કરી, મૈત્રીભાવરૂપી યોગ્યતાને વિકસાવે છે. તેનું જ નામ નમસ્કારથી થતો પાપનાશ અને મંગળનું આગમન કહેલું છે. તાત્પર્ય કે મંગળ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે અમંગળ પાપ છે. તેનું મૂળ અમૈત્રી છે. મૈત્રીભાવ એ ધર્મનું મૂળ છે, નમસ્કાર, શરણાગતિ, ક્ષમાપના, ભક્તિ જેવા ભાવો ફળ, પત્ર વગેરે છે. જેમ પરમાત્માની પૂજા પુષ્ય ફળ વગેરેથી થાય છે તેમ મૈત્રીભાવનો વિકાસ કે સ્વીકાર નમસ્કારાદિથી થાય છે. સર્વહિતાય-સકલતત્ત્વહિતાશય કોઈની સાથે વૈર ન હોવું એટલે જીવમાત્રના અહિતના ભાવનો અભાવ. માટે સર્વ જીવોની હિતબુદ્ધિ જો જીવને સ્વાભાવિક ન હોય તો નિમિત્ત વડે, બોધ વડે, કે ભક્તિ વડે કેળવી લેવી. તો તેમાંથી ક્ષમાદિ ધર્મો પણ ખીલી ઊઠશે. મૈત્રીભાવનાના વૃક્ષ પર ગુણરૂપી ફળો પાકશે. ૨૪ : સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74