Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
મૈત્રીભાવ એ જ માનવજીવનની કૃતાર્થતા છે, તેમ વિચારવું.
ત્રેવીસમા તીર્થંકર નેમિનાથ કોડભરેલી નવયૌવનાને પરણવા આવ્યા. સાથે જાન હતી, જાનૈયા હતા. પણ આ શું જાનૈયાના સ્વાદસુખ માટે પશુઓના જાન લેવા પડે. અસંભવ-અસંભવ. તે દરેક પશુઓ સાથે મૈત્રીભાવને સ્થાપિત કરી, સૌને સ્વતંત્રતા બક્ષી, મુક્ત કરી, ત્યાંથી વિદાય થયા. જગતના સર્વ જીવોને સુખનો માર્ગ બતાવવા સ્વ-સુખનો ત્યાગ કર્યો. પરિણામે પરમ સુખ પામ્યા.
ભગવાન મહાવીરે ઘોર ઉપસર્ગ કરનાર ગોવાળ, શૂલપાણિ, સંગમ સૌની સાથે માનસિક મૈત્રી સાધી. તીર્થંકર પરમાત્માએ પોતાના જ પ્રયોગ વડે જગતને મૈત્રીનું માહાસ્ય સમજાવ્યું. હવે જો તારામાં પરહિતચિંતા નથી તો તું પરમાત્માના શાસનનો અનુયાયી નથી.
વળી મૈત્રીભાવનાના ઉપદેશક તીર્થંકર પરમાત્મા છે. તો તેને સિદ્ધ કરનાર સિદ્ધ પરમાત્મા છે. જે અશરીરી છે તેમના વડે કોઈ જીવને કંઈ હાનિ પહોંચતી નથી. તેમના સ્વરૂપના ધ્યાનમાત્રથી જીવો સુખને પ્રાપ્ત કરે છે. તેના મૂળમાં તેમનો આત્યંતિક સમભાવ છે.
વળી આ મૈત્રીભાવનાનું ઝરણું જગતના જીવોના હૃદય સુધી પહોંચાડનાર ચારિત્રશીલ આચાર્યો છે. જે છકાયજીવની રક્ષાના નિરંતર ઉદ્યમી છે.
આ સર્વેને કરેલા નમસ્કારમાં મૈત્રીભાવના જાગે છે, અને વેરરૂપ પાપભાવનો નાશ થાય છે. સર્વત્ર સ્નેહભાવનાં મંગળગાન ગુંજી ઊઠે છે. મૈત્રી, મૈત્રી, મૈત્રી.
જેમ અહિંસા પરમ ધર્મ છે, તેમ હિંસા અત્યંત પાપજનક છે. જેનું પરિણામ દુઃખ છે. તેનાથી મુક્ત કરનાર આ મૈત્રીભાવ છે. જે પરમાત્મા મૈત્રીભાવનાથી પૂર્ણપણે ભરેલા છે, તેમના ચરણના શરણથી ઉત્કૃષ્ટ મૈત્રીભાવ વિકાસ પામે છે, જે મુક્તિગમન સુધી સ્વયં મિત્ર બનીને રહે છે.
માટે મૈત્રી મહા ઉત્તમ પુણ્યનું કારણ છે. તેમાં પરમાત્માના
સત્વેષ મૈત્રી - ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74