Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 15
________________ દુર્લભ છે. છતાં પુણ્યયોગે શુભ અનુષ્ઠાનાદિ વડે શુભ ભાવ થાય છે. એ શુભ ભાવની રક્ષા સર્વ જીવો પ્રત્યેના હિતના શુભ પરિણામથી શક્ય છે. એ શુભ પરિણામ સર્વાત્માને સ્વતુલ્ય જાણવાથી, તે પ્રમાણે આચરવાથી સ્થાયી બને છે. તેથી રાગ, દ્વેષ અજ્ઞાનરૂપી કર્મની ગ્રંથિ તૂટે છે. અને આત્મજ્ઞાન દર્શનાદિ ગુણોથી વિભૂષિત થાય છે. આ મોક્ષમાર્ગ છે. શુભ ભાવનાનો અખંડ સ્ત્રોત જ્ઞાનાદિ ભાવપ્રાણી વડે નિર્મળ રહે છે. તેથી તે ભૂમિકાએ તુચ્છ ભાવ, સ્વાર્થ, દેહાદિ મમત્વ, કે અહંમ જેવા દોષ માથું ઊંચકતા નથી. તેવા મહાત્માઓનો જીવનરથ નિષ્કટક એવા મોક્ષમાર્ગે નિર્વિઘ્ન પહોંચે છે. અશુભ ભાવના સઘળા સંસ્કારો કે વિકારોને શુભ ભાવ દૂર કરે છે, તેમજ જગતના અન્ય જીવો માટે તેવું વાતાવરણ રચાય છે, તેથી તે જીવો પણ શુભ ભાવનામાં જોડાય તેવો અવસર તેમને મળે છે. જેમ પવનના સંયોગે સુવાસ વિસ્તરે છે તેમ ઉત્તમ જીવનનો વિસ્તાર થાય છે. માનવજીવનની કાર્યશીલતાની એ અદ્દભૂત શૈલી છે. માટે ઉત્તમ જીવનનાં સાધનોને સેવીને કૃતાર્થ થવું. તે સાધનમાં શ્રેષ્ઠ સાધન નમસ્કાર મંત્ર, સામાયિક અને જિનભક્તિ છે. કલ્યાણનો ગ્રાહક સર્વકલ્યાણની ભાવનામાં ઉદ્ગમ સ્થાનરૂપ વપ્રાણીની રક્ષા કરતો રહે તે સ્વાભાવિક છે.” પાર ભાવનાનું અનુશીલન ૧ મૈત્રીભાવના, ૨ પ્રમોદભાવના, ૩ કરુણાભાવના, ૪ માધ્યશ્મભાવના મૈત્રીભાવના : નિર્વેર બુદ્ધિ. અન્યના દુઃખ પ્રત્યે હિતબુદ્ધિ. કરુણાભાવના. પરના દુઃખ દૂર કરવાનો વિચાર તે કરુણાભાવના પ્રમોદ ભાવનાઃ (મુદિતા) અન્યના સુખમાં સંતોષ માનવો. માધ્યસ્થભાવનાઃ અવિનીત કે પર દોષ પ્રત્યે ઉપેક્ષા કરવી. ૧૦ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74