Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 13
________________ કાર્ય અશક્ય પ્રાયઃ છે. છતાં પણ સ્પર્શ થતાં સમજાય છે કે ધર્મ એવો એક પ્રેમકુંજ છે કે જેનાથી આપણે સહુ ધારણ કરાઈ રહ્યા છીએ.” પૂ. પંન્યાસજી આ ભાવનાઓ વડે જ્યારે પરમાત્મતત્ત્વ સાથે અનુસંધાન થાય છે, ત્યારે આત્મા સ્વયં આનંદથી ઝંકૃત થઈ ઊઠે છે. મધુરતાને પામે છે. તે મધુરતા વિશ્વના ચેતન સાથે ભાવાનુસંધાન કરે છે ત્યારે તે અવર્ણનીય બને છે. યોગીઓના જીવનનો એ અર્ક છે. આવી ઉચ્ચતમ અપેક્ષાઓ વડે મૈત્રી આદિ ભાવનાઓનું માહાલ્ય આવે તે તે ભાવનાઓની મહાપ્રભાવિકતાનો બોધ થાય છે. ભાવના ભવનાશિની - પાપનાશિની “પિડે તે બ્રહ્માંડે, બ્રહ્માંડે તે પિડે.” વ્યક્તિમાં સમષ્ટિ અને સમષ્ટિમાં વ્યક્તિ કેમ પ્રતિષ્ઠિત થતી હશે ? તેનો પરસ્પર કેવી રીતે મેળ થતો હશે ? તે આ મૈત્રી આદિ ભાવનાઓ આત્મસાત થાય ત્યારે સમજાય છે. સમાન લક્ષણવાળા ચૈતન્યનો એમાં મહિમા મોક્ષનું સાધન રત્નત્રયી છે તે રત્નત્રયીને અડીને અલંકારનું રૂપ આપનાર મૈત્રી આદિ ભાવનાઓ છે. જે ધર્મધ્યાનનું દ્વાર ખોલી શુક્લધ્યાન સુધી પહોંચાડે છે. વ્રત પચ્ચકખાણ વડે જેમ અવિરતિનો આશ્રવ રોકાય છે. તેમ મિથ્યાત્વને રોકવા અપેક્ષાએ મૈત્રી આદિ ભાવનાઓ છે. કારણ કે તેનો મર્મ એ છે કે કોઈ પાપ ન આચરો, સૌ કર્મથી મુક્ત થાઓ. તેથી પાપમૂલક કર્મનો આશ્રવ રોકાય છે. વલી રાગદ્વેષરૂપી ફ્લેશ મૈત્રી આદિ ભાવોનો ઘાતક છે. કારણ કે રાગભાવની પ્રેરણા એ છે કે મને સર્વ સુખ મળો. મારું સર્વ દુઃખ ટળો એ વેષ છે. રાગદ્વેષ ફ્લેશ છે તો ઈર્ષા અસૂયાદિ ઉપક્લેશ છે. સુખી પ્રત્યે ઈર્ષા, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, ગુણી પ્રત્યે અસૂયા અને પાપી પ્રત્યે તિરસ્કાર જન્મે છે તે સર્વે ઉપક્લેશ છે. જો આમ ૮ સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74