Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 19
________________ પૃથ્વી આદિ તત્ત્વો તેના સુખ માટે સ્વાભાવિક ઉપકારી છે. આ ઉપકારનો બદલો માનવી તું કેવી રીતે વાળીશ ! “પરસ્પર ઉપગ્રહો જીવાનામને કેમ ચરિતાર્થ કરશો. આપો તમારી પાસે છે તે આપો, ન હોય તો મેળવીને – કેળવીને આપો. શું આપશો ? સમાનને સ્નેહ, દુઃખીને દયા, ગુણીને અનુમોદન, અપરાધીને ક્ષમા, ચૈતન્ય જેવા શુદ્ધ તત્ત્વ ઉપર આ ભાવો સિવાય અન્ય વિભાવ-ભાવ આપવો તે ઉપકારની સામે અપકાર છે. દુઃખને આમંત્રણ છે. અધર્મનો પનારો છે. માટે એકવાર મન, હૃદય, ચિત્ત સૌને એક જ નાદથી ભરી દો. सत्वेषु मैत्री, गुणिशु प्रमोद क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् माध्यस्थं વિપરીતકૃતી सदाममात्मा विद्धातु देवः સમાન સાથે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદ, દુ:ખી જનો પ્રત્યે કરુણા, અવિનીત પ્રત્યે માધ્યશ્મ. હે દેવો મારા આત્મામાં આ ભાવના સદા રહો. ધર્મ કોને કહેશો ? તેનું લક્ષણ શું? મૈત્રીનો શું સંબંધ છે ? ધર્મ એટલે સ્વભાવ, અથવા સ્વભાવ તરફ લઈ જતાં પરિણામો, એ પરિણામોને સહાયભૂત નિમિત્તો ધર્મરૂપ છે. ધર્મહીન સૃષ્ટિની કલ્પના જ કંપાવનારી છે. ભલે ભિન્નતા હોય છતાં અલ્પ સંખ્યામાં માનવ ધર્મમય જીવે છે, માટે ધરતી શોભાયમાન છે. પશુઓ પણ પોતાના પ્રાકૃત સ્વભાવને અનુસરે છે. માનવને સત્ય પવિત્રતા આદિ શુદ્ધતાના લક્ષણથી મળેલા છે. અર્થાત્ શુદ્ધ સ્વરૂપમય ભાવ તે ધર્મનું લક્ષણ છે. આપણો વિષય મૈત્રી આદિભાવનાઓ છે. તેથી અહીં તે ભાવનાઓના શુભ પરિણામને ધર્મનું લક્ષણ કહ્યું છે. જે સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે. વાસ્તવમાં ધર્મના અનુષ્ઠાન માત્રમાં મૈત્રી, પ્રમોદ, ૧૪ - સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74