Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 23
________________ શકે છે. તેથી સમસ્ત લોકમાં જીવનું પ્રભુત્વ સ્થાપિત થાય છે, માટે ઉપયોગને નિરંતર મૈત્રી ભાવથી ભૂષિત રાખવો. મૈત્રીનો ભાવ દેઢતર રહે તે માટે પરમ વત્સલ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનાદિની ઉપાસના કરવી. “જીવનો મિત્ર જિનનો ભક્ત હોય છે” જીવમૈત્રીની વૃદ્ધિ તપ વડે સંયમની શુદ્ધિથી થાય છે. સંયમથી અહિંસાની શુદ્ધિ થવાથી જીવમૈત્રી સધાય છે. તપ વડે પ્રવૃત્તિથી નિવૃત્તિ અહિંસા મૂલક છે. તપથી ઇચ્છાઓ શાંત થવાથી અહિંસા ધર્મ વિશેષ પરિણામ પામે છે. સંયમ દ્વારા ઇન્દ્રિયોના વિષયો છૂટી જતાં તે કારણે થતી હિંસાથી મુક્ત થવાય છે. તેમાં અહિંસા જ નિપજે છે. આ અહિંસા જીવમૈત્રીનું નિમિત્ત બને છે. જીવમૈત્રીનો મૂળ સ્ત્રોત પામેશ્વરી તત્ત્વ છે. તીર્થકર છે. તેથી તેમની ભક્તિ કરવામાં જીવમૈત્રીની સામગ્રી – આંતરિક સદૂભાવના વિકસે છે. પરમાત્માનું ધ્યાન જીવમૈત્રીની સામગ્રી પૂર્ણ કરે છે. મૈત્રી ભાવનાનું અહિંસા પ્રથમ ચરણ છે તો સમાનભાવ – સમતા બીજું ચરણ છે. ધ્યાન વડે શુદ્ધ થયેલો ઉપયોગ સમભાવમાં રમે છે. ધ્યાન અને સમતા બંને વડે મોક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ ઉપયોગ અને સમતાધારી જ્ઞાનધ્યાન મનોહારી. કર્મકલંકધુ દૂર નિવારી, “જીવ’ વરે શીવ નારી. અવધુ સદા મગનમેં રહેના. આમ ભક્તિ અને મૈત્રી પરસ્પર સંકળાયેલાં છે. જે પરમતત્ત્વ અને જીવની વચ્ચેની મૂળભૂત આત્મીયતાના પ્રધાનકારણ છે” જીવમૈત્રી દ્વારા ઋણમુક્તિ : માનવ જાણતો હોય કે ન જાણતો હોય પણ તેના જીવનનો રથ અન્યના ઋણ પર ચાલે છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ કે વનસ્પતિ જેવાં અનેક સત્ત્વો પર તારું જીવન નભે છે. આ ઉપરાંત ૧૮ સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74