Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 25
________________ મીન છે. મીર નિદન પણ ન નથી. “એક અપેક્ષાએ એમ કહી શકાય કે મૌન એટલે કોઈ પાસે માંગવું નહિ. અને મૈત્રી એટલે સૌને આપવું. માગવા માટે મૌન, અને આપવા માટે મૈત્રી” મૌન અને મૈત્રીને આવો સંબંધ છે. અવિનીતો પ્રત્યે મૌનથી માધ્યસ્થભાવ ટકે છે. મૈત્રી પ્રમોદ અને કારુણ્યને કેળવે છે. વૈરાગ્ય વડે જેમ મૈત્રી જળવાય છે. તેમ નિર્દોષ નેહથી મૈત્રી જળવાઈ છે. કારણ કે જ્યાં વૈરાગ્ય છે ત્યાં રાગાદિનું દૂષણ નથી, જેથી ષ જેવા ભાવ વડે કે વૈર જેવા ભાવ વડે મૈત્રી નષ્ટ થતી નથી. મૈત્રી છે ત્યાં વેર ટકતું નથી. એક મ્યાનમાં બે તલવાર ટકતી નથી તેમ એક જ પરિણામમાં વૈર અને મૈત્રી ટકતાં નથી. રાગ એ પૌદ્ગલિકભાવ છે, એટલે નષ્ટ થઈ શકે છે. મૌન અને મૈત્રી આત્માની શક્તિઓ છે. આત્માના આશ્રયે જ એ પ્રગટે છે, ટકે છે. વિકસે છે. “જે પુરુષે મૈત્રી આદિ ભાવનાઓની વાસનારૂપ સુવાસથી ચારે દિશાઓને સુવાસિત કરી છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપી ભ્રમરીઓ સ્વયમેવ આવે છે. અને સુવાસ સર્વત્ર ફેલાય છે.” મૈત્રીનું પ્રભુત્વ-મંગળગાન : મંગળગાન એટલે સૌના સુખનો અંતરનાદ. સર્વથા સૌ સુખી થાઓ. સર્વત્ર શાંતિ વિસ્તરો. ચારે ભાવનાનું પોતાનું એક સૌંદર્ય છે. જ્યાં જે ભાવના યોગ્ય છે ત્યાં તેને વ્યક્ત થવા દો. જો તેમાં પ્રપંચ ભળે તો મહા અપરાધ થાય. ગુણીજનો પ્રત્યે પ્રમોદ અને દુ:ખી જીવો પ્રત્યે કરુણાને બદલે મધ્યસ્થ રહીએ તો અપરાધ થાય. હૃદયશૂન્યતા કે કઠોરતા આવે. વળી એનો અર્થ એ પણ થાય કે આપણે સ્વયં ચૈતન્ય સ્વરૂપ છતાં જડતામાં જ, દેહાત્મબુદ્ધિમાં જ કે અવિદ્યા વડે જીવીએ છીએ. આ જગતમાં જેને આપણે આપણા – મામકા માન્યા છે, તેના ૨૦ સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74