Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 24
________________ માનવોના સમૂહથી તથા અન્ય પ્રાણીઓના જીવનના ભોગે તારી સુખસામગ્રી ઉત્પન્ન થાય છે. આ ઋણ ક્યાં જઈને ચૂકવીશ ? શાસ્ત્રકાર કહે છે જીવમૈત્રી દ્વારા તું એ ઋણ ચૂકવી શકીશ. એ જીવમૈત્રી જિનભક્તિ વડે નિપજે છે. અને ઋણમુક્તિનો ભાવ તને નવકાર કે નવપદના આલંબનથી પ્રાપ્ત થશે. જીવના ભાવ આવા આલંબન વડે સિદ્ધ થાય છે. અભયદાનથી માંડીને દાનની સર્વ ક્રિયા સર્વત્ર ઋણમુક્તિ કરાવે છે. શીલ કે સદાચાર વડે જીવમૈત્રીનો ભાવ સ્થાપિત થાય છે. તપમાં સવિશેષ જિનભક્તિ ધ્યાનનું આલંબન છે. જો ઋણમુક્તિ વગર તારો દેહ છૂટ્યો તો એક પરમાણુનું ઋણ ચૂકવ્યા વગર તને સુખની પ્રાપ્તિ સંભવ નથી. જીવમૈત્રી વડે જૂનું ચૂકવાય છે. નવું ઋણ અટકે છે. તને તેમાં કંઈ કષ્ટ નથી. માટે ઋણમુક્તિ કરીને ભવાંતને પામી જા. વૈરાગ્ય વડે મૈત્રી : દિલ્હી જવા માટે જેમ માર્ગની વિવિધતા છે, તેમ મૈત્રીના માર્ગ માટે વિવિધતા છે. અહિંસા, સંયમ, તપ જેવા આલંબન વડે મૈત્રી સ્થાપિત થાય છે, ભક્તિ અને ધ્યાન વડે જીવમૈત્રી નિપજે છે. તેવું સ્થાન વૈરાગ્યનું પણ છે. વૈરાગ્ય : વિષયો પ્રત્યે વિરક્તિ, અરતિ છે, વૈરાગ્યના ભાવો જાગે ત્યારે પણ કષાયોના સંસ્કારો ઊઠે છે ત્યારે તે કષાયનું શમન મૈત્રીભાવથી છે. વૈરાગ્યથી ભૌતિક પદાર્થોનો સંબંધ છૂટે છે, પરંતુ તે સંબંધથી થયેલો બંધ હજી સત્તામાં પડ્યો છે. માટે વિરકિતથી અને ભક્તિથી નિર્મળતા પેદા થાય છે, ત્યારે મૈત્રી આદિ ભાવનાઓનું ઉદ્દીપન થાય છે. તે વૈરાગ્યને દૃઢ કરે છે. “વૈરાગ્યથી મમતા જાય છે, મૈત્યાદિના અભ્યાસથી સમતા પ્રગટે છે” Jain Education International સત્ત્વેષુ મૈત્રી * ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74