Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 22
________________ સ્વનું સુખ ઇચ્છવું તે સ્વાર્થજનિત મોહ છે. સર્વનું સુખ ઇચ્છવું તે સ્વાર્થ રહિત વિવેકરૂપ ધર્મ છે. વળી સર્વના સુખમાં પોતાનું સુખ સમાઈ જાય છે. પણ અવિવેકને કારણે જીવો એ તથ્ય જાણી શકતા નથી. તેથી સ્વાર્થમય સંકુચિત જીવન જીવે છે. અંતે દુઃખ પામે છે. “માટે સર્વત્ર હિતચિંતનરૂપ મૈત્રી સકલ સત્ત્વહિતાશય એ ધર્મમાત્રનો, યોગમાત્રનો પાયો છે.” મૈત્રીભાવનો શો મહિમા ગાવો ? રજસ અને તમસની પ્રકૃતિને દૂર કરી જીવને સાત્ત્વિકમાં મૂકી દે છે. પછી મૈત્રીના તાત્વિક સ્વરૂપને ગ્રહણ કરી તે ધર્મધ્યાનનો સ્વામી બને છે. સાત્ત્વિકતા શું છે ? છ પ્રકારના જીવોની, ષટકાય જીવની રક્ષાનું જ્ઞાન અને યતના મૈત્રીભાવની સાત્ત્વિકતા છે. એ પ્રકારમાં સમગ્ર જીવસમૂહના હિતચિંતનનો ભાવ જન્મે છે. મૈત્રી આદિ ભાવનાઓ ઔચિત્ય જેવા ગુણોને સાધી લે છે. પુનઃ દીર્ઘકાળનો સંસાર ઊભો ન રહે તેવી અપુનર્ધધક દશા મૈત્રી ભાવનાને પુષ્ટ કરે છે. ધર્મના અનુષ્ઠાન માત્રામાં મૈત્રી ભાવનાનું પ્રેરક તત્ત્વ રહેલું છે. મૈત્રી ભાવનાનાં પરિણામ અન્યના શુભ ભાવનું નિમિત્ત બને છે. મૈત્રીભાવના સાંસારિક મિત્રતાથી આગળની અવસ્થા છે. મૈત્રી સૌને અરસપરસ કલ્યાણમિત્ર બનાવે છે. વળી પરમાત્મા પરમ કલ્યાણ મિત્ર છે. મૈત્રી ભાવનાની તાત્વિકતાઃ સર્વજ્ઞના બોધનો સાર અહિંસા છે, અહિંસા મૈત્રીથી ઉજ્વળ બને છે, પ્રચાર પામે છે. ક્ષમાદિ ગુણોમાં પણ મૈત્રીની ઝલક રહેલી મૈત્રીનું સ્વરૂપ એવું વ્યાપક છે તે જીવને તત્ત્વથી સર્વવ્યાપી બનાવી શકે છે, અર્થાત્ સર્વ જીવ પ્રત્યે આ ભાવના સાકાર થઈ સત્વેષ મૈત્રી - ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74