Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 21
________________ છે.” છે. તેના મૂળમાં પરહિતચિંતક સત્પુરુષોનું યોગબળ છે. મૈત્રાદિ સ્વરૂપધર્મમાં જીવને ધારણ કરવાની શક્તિ અકથનીય છે. છતાં તે અનુભવાત્મક છે, સંવેદનાત્મક છે. દયારૂપ કે મૈત્રીરૂપ ધર્મ એ સઘન પ્રેમjજ છે, એથી જીવસૃષ્ટિ તેમાં ધારણ થઈ શકી છે. જે આત્મા વડે આત્માના સંવેદનરૂપ છે. તે વચનાતીત પણ છે, જાણે છે તે માણે છે. તે સમતારસથી ભરપૂર છે. મૈત્રી સામ્યગુણથી ઉલ્લસિત હોય છે. એવી મૈત્રી ગુણથી પવિત્ર અને સંભ્રમાદિ દોષોથી મુક્ત પુરુષને કર્મ સ્વયં મુક્ત કરે - પૂ. પંન્યાસજી મૈત્રીભાવનું સામર્થ્ય મૈત્રીભાવ એ નિર્વેર બુદ્ધિરૂપ શુભ ભાવ છે, પરંતુ તેની ચરમસીમાથી અહિંસાધર્મ પ્રગટે છે. મૈત્રીભાવના સદૂભાવથી સૃષ્ટિમાં સુખદ વાતાવરણ સર્જાય છે. મૈત્રીભાવનો અભાવ સંઘર્ષ પેદા કરે છે. જેમાંથી હિંસાનું સર્જન થાય છે. હિંસા એટલે કેવળ પ્રાણનો ઘાત નથી પરંતુ ભયજનક પરિસ્થિતિ પેદા થવી, જીવોના અરક્ષણની સ્થિતિ પેદા થવી તે મૈત્રીભાવના સદ્ભાવની અનઉપસ્થિતિ છે. મૈત્રીભાવના સદ્ભાવમાં અન્ય ભાવનાઓ કાર્યશીલ બને છે. વળી પરહિતચિંતારૂપ મૈત્રીભાવ વગર સમદર્શિત્વ કે ક્ષમાદિ ધર્મો પણ જીવમાં પરિણામ પામતા નથી. એથી મૈત્રીભાવના ઘણી વિશદ છે. કોઈની સાથે વેર ન હોવું એની વિશદતાએ છે કે જીવમાં કોઈના પ્રત્યે પણ અહિત ચિંતનનો અભાવ હોવો. એ પરહિતચિતનનો ભાવ જો જીવે પૂર્વે એવી ઉત્કૃષ્ટ દયા પાળી હોય તો નૈસર્ગથી હોય છે, અથવા અધિગમ-નિમિત્ત મળતાં પ્રગટે છે. દઢપ્રહારીને ગાયનું વાછરડું તરફડતું જોઈને દયા ઊપજી. માનવોને મારવાની ક્રૂરતા શમી ગઈ. ૧૬ સન્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74