Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 20
________________ કરુણા કે મધ્યસ્થભાવને સ્થાપના માટે પ્રયોજ્યાં છે. આ ભાવનાઓ પ્રશસ્ત છે. અપ્રશસ્તભાવ સાથે ધર્મનો સંબંધ થતો નથી. વાસ્તવમાં ધર્મનું મૂળ દયા છે, દયાનો વિષય સમગ્ર જીવસૃષ્ટિ છે. માનવનો તે મહાનગુણ છે. દયાભાવમાંથી ફૂટતું વાત્સલ્યનું ઝરણું જીવને અરિહંત પદ સુધી પહોંચાડે છે. અથવા આવી ઉત્તમદયા ઉત્પન્ન થવામાં પંચપરમેષ્ઠિનો જ અનુગ્રહ છે. તેથી દયાનો ભાવ વિશ્વ વ્યાપ્ત બને છે. તેથી તીર્થકરના જન્મ ક્ષણે સર્વ વિશ્વ પલકવાર માટે સુખ અનુભવે છે. દુઃખ અને દયા જોડકા જેવા પરસ્પર સંબંધવાળા છે. દુઃખ છે તો તેના ઔષધરૂપે દયા છે. દયારૂપી ધર્મ વડે જીવોને દુર્ગતિથી બચાવી સદ્ગતિમાં પ્રવેશ કરવાનું શક્ય બને છે. દયા સાથે દાનનો અનિવાર્ય સંબંધ છે. બંનેનું ઐક્ય પરહિતચિંતામય બને છે. આથી દાનનું સાધન કેવળ ધનાદિ નથી, પરંતુ હૃદયના પરહિતચિંતાના ભાવ છે. જેમાં દયા નિહિત છે. જે ધર્મ જગતના જીવોને ધારણ કરે છે, તે મૈત્રી આદિભાવયુક્ત છે. મૈથ્યાદિ જેવી મહાન, સર્વતોમુખી, ધર્મેશ્વરી ભાવના વગર જગતને કોણ ધારણ કરી શકે ? એ મૈત્રીભાવનાની પૂર્ણતા કેવી છે? એક પણ પવિત્ર પુરુષના હૃદયમાં જ્યાં સુધી આ મૈત્રીભાવ હશે ત્યાં સુધી આ મૈત્રીભાવ ધારણ કરવાનું કાર્ય અવિરતપણે ચાલશે. સૃષ્ટિ ક્યારે પણ એથી નગણ્ય થવાની નથી કે તેની ધરા પણ ભાગ્યવાન જીવો જન્મ ધારણ કરીને દયાના પ્રવાહનું સાતત્ય જાળવી ન રાખે. એ ભાવ જરૂર વહેતો રહેશે. અધર્મનું સેવન કરનારનાં અત્યંત તીવ્ર અશુભ પરિણામ હોય તેના કરતાં વિશેષ અશુભ પરિણામ તે જીવોમાં ન થવાનું કારણ સતપુરુષોના હૃદયમાં રહેલા મૈત્યાદિભાવની સૂક્ષ્મ અસરનો પ્રસાર છે. એટલે ૧૦૪ ડિગ્રી કરતાં ૧૦૩ ડિગ્રી તાવ ઓછો ગણાય છે. તેમ તીવ્ર અશુભ પરિણામની અપેક્ષાએ મંદ અશુભભાવ શુભ મનાય સર્વેષ મૈત્રી કે ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74