Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 17
________________ મૈત્રીભાવના મૈત્રીભાવનાઃ સમાન પ્રતિ પ્રેમ, નિર્વેરબુદ્ધિ. પરહિત ચિતા સમાનપ્રતિ પ્રેમ વડે માનવ સૌમ્યભાવ પામે છે. અન્યના ગુણ, સંપત્તિ, પરિવાર, યશકીર્તિ લોકપ્રિયતા જેવા પ્રકારો પોતા સમાન જોઈને હૃદય પુલકિત બને છે. પોતાના સુખની જેમ તે અન્યના સુખનો – ગુણનો આદર કરે છે. ચૈતન્ય લક્ષણથી સૌ સમાન છે. મૈત્રીનો વિષય સમસ્ત જીવરાશિ છે, તે જ સાચી અથવા પૂર્ણ મૈત્રીભાવના છે. સમસ્ત જીવો પ્રત્યે સ્નેહભાવ સ્થાયી રહેલો છે. તેનું આદાનપ્રદાન મૈત્રી વડે થાય છે. વિભાવના દ્વેષાદિના ઉદય કે નિમિત્ત દૂર થતાં તે જ દશા સ્નેહરૂપે પરિવર્તન પામે છે. સામાન્ય માનવની શક્તિ સમસ્ત જીવરાશિને ભૂલ સુખ આપવા જેવી પણ નથી. તેથી ભાવના વડે તે જીવોના હિતને સિદ્ધ કરી શકે છે. અને જેની સાથે તેનો સંબંધ છે ત્યાં તે પ્રત્યક્ષ મૈત્રીને આચરે છે. મૈત્રીભાવના - નિર્વેરબુદ્ધિ પેદા કરે છે. સામાન્ય રીતે જગતમાં જન્મ લેતા જીવો પૂર્વ સંસ્કારવશ વેર જેવા દોષોથી ગ્રસિત હોય છે. પરંતુ જો તેનામાં આ ભાવના પરિણામ પામે તો વૈરબુદ્ધિનું શમન થાય છે. સ્નેહભાવ ઉત્પન્ન થાય છે. વેર એ પ્રેમનું વિપરીત કે વિકૃત પરિણામ છે, જેમ મલિન જળમાં કતકફળ નાંખવાથી જળશુદ્ધિ થાય છે, તેમ વૈરભાવમાં મૈત્રીભાવના ભળે, મનશુદ્ધિ થતા વેર નષ્ટ થાય છે. માટે મૈત્રી સ્નેહ પરિણામ છે. મૈત્રી : પરહિત ચિતા: સંસારનો સામાન્ય પ્રકાર સ્વહિતચિંતા કે પરિવારહિતચિંતા છે. અત્રે મૈત્રી ભાવનાનો આવિષ્કાર સમગ્ર સૃષ્ટિ છે. ભલે આપણે માટે ૧૨ * સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74