Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 12
________________ આમ જંતુથી માંડીને સમગ્ર સૃષ્ટિ પરોપકારમાં પ્રવૃત્ત છે ‘પરસ્પરઉપગ્રહો જીવાનામ્'' ” એ બોધ માનવને થાય તો કૃતજ્ઞભાવે ત્યાગ અને દાન સહજ બને, ત્યારે તેને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈને સઘળી મૂંઝવણ અને પ્રપંચ ટળી જાય છે. જીવન ભાવનાઓથી સભર થઈને જીવ સ્વયં ધન્ય બની જાય છે. સંસારના જીવનપ્રવાહમાં સામાન્ય રીતે વ્યવહારશુદ્ધિ જાળવવી કઠણ થઈ પડી છે. તેવી પરિસ્થિતિમાં કૃતજ્ઞતા અને પરોપકાર જેવા ગુણો વ્યવહાર શુદ્ધિમાં પ્રેરકબળ બને છે. કૃતજ્ઞતા વડે પ્રમોદભાવ વિકસે છે. પરોપકાર વડે મૈત્રી અને કરુણા વિકસે છે. કૃતજ્ઞતા એટલે અન્યના ઉપકારનું વિસ્મરણ ન કરવું. પરોપકાર એટલે પરને ઉપકારી માનવો. હું ઉપકાર કરું છું તેમ નહિ, પણ મને ઉપકાર કરવાનો અવસર મળ્યો, તેમ માનવાથી પરોપકાર કરીને અહંકાર પોષાતો નથી. કૃતજ્ઞતાનો ભાવ રાગદ્વેષને ક્ષય કરવાનું સામર્થ્ય આપે છે. તેથી તેમાં માધ્યસ્થ્યભાવ પણ સંભવ બને છે. કૃતજ્ઞતાનો ગુણ અન્ય ગુણોનો દાતા બને છે. આવા ગુણોનો વિકાસ અને વ્યક્તપણું એ ખરેખર પરમાત્માની કૃપા જ છે. માટે નિષ્કારણ કરુણાસિંધુ આવા ગુણોના દાતા ઉપકારી અરિહંત પરમાત્માના ઉપકારોને સતત સ્મરણમાં રાખવા તે માનવજીવનની ગરિમા છે. ધારયતિ ધર્મ-વિશ્વને ધારણ કરનાર ધર્મ છે. તે ધર્મનું બીજ મૈત્રી આદિ ભાવનાઓ છે. તેથી જગતમાં જંતુથી માંડીને મનુષ્ય સુધીના સર્વે જીવો દુઃખભર્યા સંસારમાં કંઈક સુખને અનુભવે છે. સત્પુરુષોના સત્ત્નું એ યોગબળ છે. “એક પણ ભાગ્યવાન પુરુષના હૃદયમાં જ્યાં સુધી મૈત્રી હશે ત્યાં સુધી ધારણ કાર્ય ચાલુ રહેશે. મૈત્ર્યાદિ સ્વરૂપધર્મમાં રહેલી ધારણ કરવાની શક્તિ શબ્દોમાં આવે તેમ નથી. તેને શબ્દદેહ આપવાનું સત્ત્વેષુ મૈત્રી * ૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74