Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 10
________________ ભાવનું સાતત્ય તુચ્છ, ક્ષુદ્ર અને દૈહિકભાવનું દહન કરે છે. અને સમ્યગ્દર્શનાદિ ગુણોની સતત રક્ષા કરે છે. ઉત્તમ મૈત્રી આદિ ભાવનાના અધિકારી મુખ્યપણે સંયમીમુનિ છે. ચોથા ગુણસ્થાનકે તે ગૌણતાએ હોય છે. પાંચમે મધ્યમભાવે હોય છે. તે પહેલાના ગુણસ્થાનકે શુભ ભાવનાઓ હોય છે. જે આ ભાવનાઓ પ્રત્યે લઈ જાય છે. “મૈત્રી વગેરે ભાવનારૂપ અમૃતરસમાં પૂર્ણમગ્ન અને પોતાને સર્વ જીવોથી અભિન્ન જાણતા મુનિને ક્લેશનો અંશ સ્પર્શતો નથી” મૈત્રીભાવના આવી સઘન અને સંગીન છે, ત્યાં વેરઝેર, ક્લેશ, શત્રુતા, દ્વેષ કે અસૂયા પ્રવેશ કરી શકતાં નથી. પૂ. પંન્યાસજી ચારે ભાવનાનું બીજ પરોપકાર. માનવશરીર વિશ્વ પાસે નિરંતર યાચના માટે નથી. વિશ્વની રચના આદાનપ્રદાનની છે. માનવશરીર, તેમજ તેમાં રહેલી વિશિષ્ટ સ્વ-પર હિતકારી વિચારશક્તિ જો પરોપકાર જેવા કાર્યમાં કાર્યશીલ ન બને તો તે મનુષ્ય અપરાધી છે. પોતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે તેણે પરોપકારના રંગે રંગાવું તેમાં ઉત્તમ જીવનની સાર્થકતા છે. જંતુ, પ્રાણી, વનસ્પતિ અનિચ્છાએ પણ પરોપકાર કરે છે. અને પોતાના દુઃખનો ભાર હળવો કરે છે. માનવને ઇચ્છાશક્તિનું પ્રબળ સાધન મળ્યું છે, તેનો સ્વ અર્થે નહિ પણ સર્વને અર્થે ઉપયોગ થાય તો માનવ જીવન સાર્થક બને છે. જીવમાત્ર યથાશક્તિ ઉપકારમાં ફાળો આપવા બંધાયેલો છે, જો તેમ ન કરે તો તે દેવાદાર થઈને ગુનેગાર બને છે. સહેજે અથવા ભાવનાપૂર્વક પરોપકાર કરવો તે વિશેષતા માનવની છે. ગૃહસ્થ કે ત્યાગી દરેક સ્વભૂમિકાને યોગ્ય પરોપકાર કરે છે. તે કોઈ આત્મામાં અરિહંત પદ સુધી વિસ્તાર પામે છે. અથવા આત્માને તે પારમાર્થિક સુખ સુધી પહોંચાડે છે. સર્વેષ મૈત્રી : ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74