Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 11
________________ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર આદિ સાધનો વડે પરોપકારમાં તત્પરતા રાખે. સાધુ-ત્યાગી જીવમાત્રની રક્ષા માટે કે જ્ઞાનદાનની પ્રવૃત્તિ ઉપદેશ દ્વારા કરી શકે. અધ્યાત્મયોગી જીવનની શુદ્ધતા દ્વારા જીવોને સ્વરૂપના જ્ઞાન પ્રત્યે દોરી જાય તે તેમનો અકર્તાભાવે પણ થતો પરોપકાર છે. આવી પરોપકારની વૃત્તિ અને પ્રવૃત્તિ જીવને પ્રથમ ગુણસ્થાનકેથી ઉપાડીને ચોથા ગુણસ્થાનક સુધી લઈ જવામાં નિમિત્ત બન્ને છે. જ્યાંથી ધર્મધ્યાન શરૂ થાય છે. મૈત્રી આદિ ચારે ભાવનાઓ વડે જીવ સફળતાના માર્ગે સહેજે પ્રયાણ કરે છે. તારી પાસે જે સાધન કે શક્તિ છે તે વડે પરોપકાર કરજે. સાધુજનોને તો પરોપકાર જીવનનું એક અંગ છે. પરમાત્મા તો સહજ જ પરાર્થ પરાયણ છે. આમ માનવ આકૃતિવાળો કોઈ જીવ પરોપકારની બહાર નથી. બહાર રહે તો તેનો જીવનભાર વધે છે. પરોપકારના કાર્યથી મૈત્રી આદિ ભાવનાઓનો આદર આવે છે. પરોપકારમાં ત્યાગ ભાવના પણ વિકસે છે. ત્યાગ વગર વિશ્વની સુવ્યવસ્થા પણ અસંભવ છે. જેમ કે વાદળા પાણીનો ત્યાગ કરવા વરસે છે, વૃક્ષો પણ પોતાનું બધું જ આપી દે છે. ત્યાગવૃત્તિ વગર ગૃહસ્થ પ્રથમ ધર્મરૂપ દાનમાર્ગમાં જઈ શકતો નથી. ત્યાગ વગર કૃતજ્ઞભાવ થતો નથી. એ કૃતજ્ઞભાવનું મૂળ પરોપકાર છે. જેનું વહેણ મૈત્રીમાં લઈ જાય છે. ગૃહસ્થની દશા વ્યવહારના ભેદવાળી છે. તેથી પરોપકારની વિવિધતા છે. ધન, વસ્ત્ર, પાત્ર જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે આપવું એ પરોપકાર છે. એ પરોપકારની ભાવના સહજ સંસ્કારરૂપ બને છે ત્યારે કોઈ એક જન્મનો અવસર એવો મળે છે કે જીવ નિર્વાણ પામી સિદ્ધ થાય છે. સિદ્ધાત્મા નિગોદના જીવને અકારણ-સહજ ઉપકારી થાય છે. અરિહંત વાત્સલ્યભાવનાની સહજતાથી વિશ્વના સકળ જીવોના ઉદ્યોત કરનારા છે. આચાર્યાદિ પણ જ્ઞાનદાન, જીવરક્ષા, અને સાધના માર્ગને દર્શાવતા હોવાથી લોકોત્તર ઉપકારી છે. Jain Education International ૬ સત્ત્વેષુ મૈત્રી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74