Book Title: Sattveshu Maitri Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 6
________________ ॐ ह्रीं नमो नाणस्स श्री सद्गुरुभ्यो नमः ભાવનાઓની ભૂમિકા "मैत्री निखिल सत्त्वेषु, प्रमोदो गुण शालिषु माध्यस्थमविनीतेषु, करुणा सर्वदेहिषु । धर्मकल्पद्रुमस्येता मूलं मैत्र्यादि भावनाः येर्न न ज्ञाता न चा भ्यस्ताः स तेषामति दुर्लभः" ॥ O સર્વ પ્રાણીઓને વિષે મૈત્રી, O ગુણવાનોને વિષે પ્રમોદ, O અવિનીતોને વિષે માધ્યચ્ય, O સર્વ દેહધારીઓને વિષે કરુણા. આ ચારે મેત્યાદિ ભાવનાઓ ધર્મકલ્પવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેનો અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ ચાર ભાવનાઓથી મનને ભાવિત કરવું તે શ્રેય છે. આ ચાર ભાવનાઓ આત્મવિકાસની સરળ શ્રેણી છે. આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે. આ ચાર ભાવનાઓ માનવને દૈવત્વ આપે છે. આ ચાર ભાવનાઓ વૈરાગ્યની સંતતિ છે. આ ચાર ભાવનાઓ મુક્તિમાર્ગની કેડીને કંડારે છે. આ ચારે ભાવનાઓ પ્રેમરૂપ, ધર્મરૂપ, ધર્મના મર્મરૂપ, ક્ષેમરૂપ અને નેમરૂપ (નિયમ) છે. ચૌમુખી ભાવનાઓનું હાર્દ મંગળકારી આ ચાર ભાવનાના પ્રણેતા અને ઉપદેખા તીર્થંકર છે. તેમના સમવસરણની રચના ચૌમુખધારી હોય છે. તેમ આપણા સત્વેષ મૈત્રી - ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74