Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 5
________________ બાંધવી છે. દેવગુરુના અનુગ્રહે નિવાસે બરાબર એક દસકાથી અવિરતપણે સ્વાધ્યાય-સત્સંગનો યોગ રહ્યો. ઘણા જિજ્ઞાસુ મિત્રોના સહયોગથી સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ થતી રહી. મહદ્અંશે સૌના જીવનમાં અનેકવિધ શાસ્ત્રનાં બોધવચનો દ્વારા પ્રકાશ પથરાતો ગયો. જીવનના બેસૂરા તાર હવે સૂરીલા બન્યા છે, તેમ કહું તો અસ્થાને નથી. જીવનની સાચી પરિવર્તનશીલતાની કેડી કંડારાતી જાય છે. સૌને ધન્યવાદ અભિવાદન. સન્માર્ગમાં સાથ આપવા માટે શું લખું ? પુસ્તક લખ્યું પણ અહીં શબ્દો શોધવા પડે તેવું છે. આ મિત્રમંડળી દર વર્ષે પુસ્તક દ્વારા શિષ્ટ સાહિત્યની પ્રભાવના કરતી રહે છે. ક્યારેક ઉપકરણો પણ હોય છે. આ વર્ષે પણ પુસ્તક પ્રભાવના થઈ. ત્યારે ચંદ્રિકાબહેન પૂનાતર કહે, ‘‘બહેન, મારી ભાવના અધૂરી રહી, મારે આપના જ લખેલા પુસ્તકની પ્રભાવના કરવી છે.'' તેમાં પુષ્પાબહેન કાપડિયાએ સાથ પૂર્યો કે તેમાં મારો ભાગ ખરો. નીતાબહેન નાણાવટી કહે જ્ઞાનાવરણને હળવું કરવા જ્ઞાનપ્રભાવનામાં મારી ભાવનાને સ્થાન આપજો ત્યાં કલ્પનાબહેન (કપુ) કહે મને પણ લાભ આપજો. એ સૌનું અભિવાદન કરું છું. આમ આ ચાર સત્સંગી મિત્રોની ભાવનાથી પ્રેરાઈને દસ દિવસમાં ચાર ભાવનાઓનું આલેખન સહેજે થયું. જોકે તેમાં પ્રેરકબળ પૂ. પંન્યાસજીનો ગ્રંથ આત્મોત્થાનનો પાયો, તેમાં મૈત્રી આદિ ચાર ભાવનાઓનું પૂ. પંન્યાસજીએ અદ્ભુત રીતે અવતરણ કર્યું છે. તે મેં મારા માનસ ગાગરમાં ઝીલ્યું અને તેના ફળસ્વરૂપે આ પુસ્તિકા દ્વારા એ ચાર મિત્રોની ભાવના પૂર્ણ કરી શકી તેના આનંદ સાથે તમારા સૌના વરદહસ્તમાં પુસ્તિકા અર્પણ કરું છું. હવે તમને સમજાશે કે ચંદ્ર-પુષ્પ-ની(તા) કલ્પના શું છે ? અંતમાં પૂ. પંન્યાસજી ગ્રંથ દ્વારા મારે માટે સાક્ષાત છે. તેમના અનુગ્રહ માટે ઋણી છું. અવતરણ ચિન્હમાં મૂકેલા ફકરા તેમની પ્રસાદી છે. – સુનંદાબહેન વોહોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74