Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 4
________________ મૈત્રીનું પવિત્ર ઝરણું રોજે રોજે મૈત્રી ઝરણું, ડુંગર કોરતું જાય, ભાગ્યયોગે ક્યારે તૂટ્યો ! વેર-પાપનો અંતરાય. આ જન્મે તેથી મારો ઉદ્યમ સફળ થયો. આ જગતમાં જન્મેલા માનવીનું આયુષ્ય અલ્પ, અનિયત અને કાળને આધીન છે. ત્યાં જીવે કોનાથી, કોની સાથે બગાડવું અને વળી સ્વનું જ અહિત કરવું ! શા માટે ? હે બુદ્ધિમાન ! તારે આ ધરા પણ ગણતરીનાં વર્ષો ગાળવાનાં છે, તો પ્રેમથી – મૈત્રીથી જીવી જા. જીવનને મૈત્રી આદિ ભાવનાઓથી ઠાંસીને ભરી લે. લોઢાના ગોળામાં ખીલી કંડારી ન શકાય તેમ તારું કોમળ હૃદય આ ભાવનાઓ વડે સઘન બનાવી દે. જેથી તેમાં વેર-ઝેર, ઈર્ષા અસૂયા પ્રવેશ ન પામે. તું સુખી, તારા સુખી, જગત સુખી. માનવદેહમાં રહેલી ચેતનાની વિશિષ્ટતા છે તેમ શારીરિક અંગોની પણ વિશિષ્ટતા છે. માનવને મન અને મગજ બે વિકસિત મળ્યાં છે. આ માનવ દેહનું મન મંદિર છે, મનમંદિરમાં વેર-ઝેર, માયા-કપટ, ઈર્ષા-અસૂયા, અહંકાર-મમત્વનો કચરો પધરાવી ન શકાય. વળી માનવનું મગજ, શરીરનું ઉત્તમાંગનું સ્થાન છે, એ ઉત્તમાંગની તિજોરીમાં પણ કચરો ભરી ન શકાય. તેમાં અસબુદ્ધિનો, સ્વછંદતાનો વાસ ન હોય. સબુદ્ધિ, વિનય, સજ્જનતા જેવા પદાર્થો તેમાં શોભે. જો તારું મનમંદિર અને ઉત્તમાંગ આવા શિરોમણી તત્ત્વથી ભરપૂર છે તો તેમાં મૈત્રી જેવી ભાવનાઓનો નિવાસ કર. તો તારું જીવન સ્વર્ગીય બનશે. અર્થાત્ તે વચનાતીત છે મૈત્રીનાં ઝરણાંઓ જૂના સંસ્કારના ડુંગરોને ખોદીને વહેતાં થઈ જશે. તારા વેર-ઝેરના પાપના અંતરાયો વિખરાઈ જશે. તારી આ જન્મની એ સાધનાનો ઉદ્યમ સફળ થશે. દોષોનો રકાસ, ગુણોનો વિકાસ, આત્માનો જ્ઞાન-પ્રકાશ-મૈત્રી આદિભાવના વડે સરળતાથી સાધ્ય બને છે. ચંદ્ર-પુષ્પ-ની-કલ્પના આ શબ્દો સાંકેતિક છે. તેનો મર્મ સમજતાં પહેલાં એક ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 74