Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 7
________________ જીવનનું રહસ્ય ચૌમુખી જેવું આ ચારભાવનાથી ભૂષિત હોવું જોઈએ. સુખ ઇચ્છવા છતાં જો દુઃખ મળે છે તો માનવે વિચારવું જોઈએ કે એ દુઃખ દૂર થઈ શકે તેવું છે કે નહિ ? અથવા મને જે દુઃખ છે તેની પાછળ શું કારણ છે ? ભાઈ ! તું આ ભાવનાઓથી જેટલો વંચિત રહીશ તેટલું દુઃખ તને શોધી લેશે. દુઃખને દૂર કરવાનો સરળ નિક્ટ અને સ્થાયી ઉપાય છે, કે અન્યના દુઃખને દૂર કરવા તત્પર થા. દુ:ખ આપવાનો તો સ્વપ્ને પણ વિચાર ના કરીશ. સૌ સુખી તો હું સુખી આવી ઉદાર શૈલીને પ્રાણની જેમ જતન કર. પછી જો કે તને દુઃખ છોડી દેશે. પછી તું આગળ પ્રગતિ કરીશ. ગુણીજનો પ્રત્યે તને આદર-માન થશે, તેમાં તારું માન પણ વધે છે. અને જ્યાં દુઃખ કે કોઈને દુઃખી જોઈશ ત્યાં તો તારા હૃદયનો કરુણાનો સ્રોત સહેજે વહેતો થશે. તે તારા શ્વાસનો ધબકાર બની જશે. છતાં એવું બને કે તારો અવાજ કોઈના શ્રવણે પડતો નથી. કોઈ જીવો કેવળ રંગરાગમાં જ રાચે છે. ધર્મનો અપલાપ કરે છે. તેઓ નિરર્થક કર્મબંધન ન કરે તેવી ભાવનાથી પ્રેરાઈ તું તેમને સભાન કરવાનો પ્રયત્ન કરે. તે પણ જો વ્યર્થ જાય તો તારે મૂંઝાવું નહિ પણ મધ્યસ્થ બની જવું. આ તારી પોતાના જીવનની ચૌમુખી છે. જો ઉપયોગ બહાર છે તો પ્રભુના ચૌમુખનાં દર્શન કરજે. અંતરમાં જાય તો તારી આ ચાર ભાવનારૂપી ચૌમુખીનાં દર્શન કરજે. તું સુખી થઈશ, વિશ્વમાં તે સુખ પ્રસાર પામશે. શુભ સંકલ્પો, શુભ વિચારો એ ભાવનાઓ છે, અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર કુલ સોળ ભાવનાની મુખ્યતા છે. યદ્યપિ ભાવનાઓ અનેક પ્રકારની છે. અત્રે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અભિપ્રેત છે. વિશ્વના તમામ જીવો સુખી થાઓ, સૌનું મંગળ થાઓ, સર્વજીવો Jain Education International ૨ સત્ત્વેષુ મૈત્રી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74