Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 8
________________ એની મમતા ને તે મમતાને સંતોષવાની વૃત્તિ-પ્રવૃત્તિ વધતી જણાય, અને તે પણ ધર્મના તેમ જ ધર્મપ્રભાવનાના ઓઠા હેઠળ; અને એ રીતે તેણે પાંચ મહાવ્રત લેતી વખતે બાંધેલા આત્મહિતના લક્ષ્યમાં ભંગાણ પડતું જાય ને સીધી કે આડકતરી રીતે પાંચ મહાવ્રતે કે તે પૈકી કોઈપણ વ્રત,વતનું ખંડન થતું સ્પષ્ટ જણાય, ને વળી તે ભંગાણ તેમ જ વ્રત ખંડનને એના મનમાં ડંખ કે રંજ તે બાજુએ રહ્યો, પણ તે તે સ્થિતિને અનિવાર્ય ગણે અને વળી ધર્મમાં કે કરવા ચોગ્ય પ્રવૃત્તિમાં ખપાવી દેવા લાગે, ત્યારે કેઈપણ સુજ્ઞને—ધર્માર્થી આત્માને આઘાત લાગ્યા વિના ન જ રહે. આવે જ આઘાત મને લાગ્યો હોવાથી શ્રીસંઘ સમક્ષ આ નિવેદન હું કરી રહ્યો છું. હું અહીં જ સ્પષ્ટતા કરીશ કે આ રીતે જાહેરમાં આવું નિવેદન કરવું કે આ બધી વાત રજૂ કરવી તે શ્રી શાસનના હિતની દષ્ટિએ ઉચિત ગણાય કે કેમ, એ મુદ્દા પર બે મત હોઈ શકે. અને આને માટે શ્રેષ્ઠ ઉપાય તે લાગતીવળગતી વ્યકિત વ્યક્તિઓ સાથે સીધો સંપર્ક સાધવ અને પત્રવ્યવહાર કરે તે જ હેય. પરંતુ, છેલ્લાં પાંચ પાંચ વર્ષથી, હું અત્રે જે વાતે અને મારી હૃદયવ્યથા/મનોવ્યથા રજૂ કરવા માંગું છું તે બધું મેં, સંબંધિત વ્યક્તિ સાથે, તેમ જ બીજા અનેક, મને લાગેલા, સ્થળોએ એક નહિ પણ અનેકવાર–વારંવાર રજૂ કરી છે, અને મારી આ રજૂઆતને જવાબ તથા મારી મને વ્યથાઓને ઉકેલ મેં માગે છે, પરંતુ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે મારી એ રજૂઆતો માત્ર બહેરા કાને જ અફળાઈ છે, અને મને આજ સુધી ઉકેલરૂપે કઈ જ જવાબ મળેલ નથી. આ જવાબ માટે મેં પાંચ પાંચ વર્ષ રાહ જોઈ છે. અને કદાચ મને જવાબ ન મળતા તેય હું ચલાવી લેત, જે આ પાંચ વર્ષ દરમ્યાન, મારી ફરિયાદો તરફ લક્ષ્ય અપાયું હતું અને તે અનુસારે ધર્મના નામે ચાલતી અધર્મની અનર્થકારક પ્રવૃત્તિઓમાં સુધારો કે રૂકાવટ આવી ગઈ હત તે. પણ પાંચ વર્ષોમાં એ માટેનાં કઈ જ ચિહ્ન જોવા મળ્યાં નથી; બલકે એ અનર્થકારક પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ જ રહી છે કે તેમાં વૃદ્ધિ જ થતી રહી છે. આથી છેવટે થાકીને હું આ રીતે જાહેર નિવેદન કરવા તેમ જ પત્રો આદિ પ્રગટ કરવા પ્રેરા છું. સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા / ૫

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218