Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 7
________________ આપણે સમજીએ છીએ કે જૈન સાધુનું જીવન વસ્તુતઃ ઘણું કઠિન અને વિકટ હોય છે. એમણે જે આચાર અને નિયમનું પાલન કરવાનું છે, તે ખરેખર ઘણું કઠિન અને કઠેર હોય છે. અને છતાં, પોતાના ઘરે ખાવાની, પીવાની, રહેવાની, પહેરવા-ઓઢવાની અને સંસારી જીવન જીવવા માટેની તમામ સુખ-સગવડ–સામગ્રી હોવા છતાં, કશી જ અગવડ ન હોવા છતાં, કેવળ આત્માના હિતની સાધનાને જ આગળ કરીને, આજ સુધીમાં સેંકડે નાનાં-મેટાં ભાઈ–બહેનો હસતા મેંએ ઘરબારને ત્યાગ કરીને, આ કઠિન–કઠોર નિયમબદ્ધ જીવન જીવવા નીકળી પડ્યાં છે. અને આજે પણ સેંકડોની સંખ્યામાં આવા વીરલા આત્માઓ નીકળે જ જાય છે. સામાન્ય રીતે આપણે આ બધી બીનાને શાસનની બલિહારી ગણીએ છીએ અને બધાંને શાસનની પ્રભાવના તરીકે મૂલવીએ છીએ. દીક્ષા લેનારને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતમાં કાંઈ અજુગતું નથી. કેમ કે તેઓ પોતાના ઘર-કુટુંબ અને દેહની તેમજ ભૌતિક સુખસગવડની મમતાને સર્વ ત્યાગ કરીને કેવળ આત્માના કલ્યાણને ખાતર જ દીક્ષા લે છે અને શાસનને સમર્પિત થાય છે, એટલે આ બીનાને એ અપેક્ષાએ શાસનની પ્રભાવના ગણવામાં કાંઈ જ ખોટું પણ નથી. પરંતુ એ દીક્ષાર્થી આત્મા જે વીલાસથી દીક્ષા લેવા નીકળે છે, લે છે, અને લેતી વખતે આત્મહિત સાધવા માટે એનામાં જે થનગનાટ વીલ્લાસ પ્રવર્તતે હોય છે, તે બધું, ઘણા દાખલાઓમાં દીક્ષા લીધાના બહુ થોડા જ વખતમાં વધવા-વિકસવાને બદલે કે પાંગરવાને બદલે જ્યારે કરમાવા-સુકાવા કે ઓસરવા માંડે છે એમ દેખાય, ત્યારે સુજ્ઞ આત્માના હૈયે “આમાં કાંઈક વિચિત્ર છે. એવી લાગણી ઉગ્યા વિના રહે નહિ. અથવા તે દીક્ષાર્થીના દીક્ષા લેતી વેળાના જે ઉચ્ચ પરિણામ હોય તે, દીક્ષા પછીના થોડાંક વખતમાં કે થોડાં ઘણું વર્ષોમાં એકદમ પલ્ટાઈ જાય; પછી આત્મહિતને બદલે દેહની ને બીજી લૌકિક એષણા ૪ / સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218